Nidhi Bhanushali TMKOC: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાલી એ 6 વર્ષ પછી તોડ્યું મૌન, જણાવ્યું તેનું શો છોડવા પાછળ નું કારણ

Nidhi Bhanushali TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની ભૂતપૂર્વ અભિનેત્રી નિધી ભાનુશાલી એ શો છોડ્યા બાદ પહેલીવાર ખુલાસો કર્યો છે

by Zalak Parikh
Old Sonu from TMKOC Breaks Silence After 6 Years Over Unpaid Dues

News Continuous Bureau | Mumbai  

Nidhi Bhanushali TMKOC:  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનૂ નું પાત્ર ભજવનારી નિધી ભાનુશાલી એ 6 વર્ષ પછી શો છોડવાના કારણો અને ફી ન મળવાના મુદ્દે મૌન તોડ્યું છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે હવે એ ચેપ્ટર ખૂબ દૂર લાગે છે અને એ સમયની ઘટનાઓ હવે યાદ પણ નથી.

આ સમાચાર પણ વાંચો : Vijay Deverakonda: કિંગડમ ની રિલીઝ પહેલા આ બીમારી નો શિકાર બન્યો વિજય દેવરાકોંડા, હોસ્પિટલ માં લઇ રહ્યો છે સારવાર

“એ સમયથી હવે ઘણું બદલાઈ ગયું છે” – નિધી

નિધિએ જણાવ્યું કે શો છોડ્યા પછી જીવનમાં ઘણું બદલાઈ ગયું છે. “હું એ સમયની નાની-મોટી વાતોને હવે યાદ પણ નથી કરતી. એ અનુભવમાંથી મેં સંબંધો, શીખ અને જીવનની સમૃદ્ધિ મેળવી છે,” એમ તેણે કહ્યું.જ્યારે નિધીને ફી ન મળવાના મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે “મારો એ મુદ્દા સાથે કોઈ ખાસ મામલો નહોતો. મેં વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે આગળ વધવા પર ધ્યાન આપ્યું.” તેણે એ પણ ઉમેર્યું કે “શો છોડવું સરળ નહોતું, પણ હવે એ બધું ભૂતકાળ બની ગયું છે.”


તારક મેહતા છોડ્યા બાદના જીવન વિશે નિધિએ કહ્યું, “હું મારા સફરમાં એક પણ વસ્તુ બદલવા માંગતી નથી. દરેક દિવસ ભગવાન તરફથી ભેટ સમાન છે. સફળતા અને પડકારો બંને સાથે આવ્યા છે, અને એ જ મારા જીવનનો અર્થ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More