News Continuous Bureau | Mumbai
Omg 2 : અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ જેવા સ્ટાર્સને ચમકાવતી ફિલ્મ ‘OMG 2’ સતત ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ નજીક આવી રહી છે, પરંતુ તેની સાથે તેની રિલીઝના માર્ગમાં અનેક અવરોધો પણ આવી રહ્યા છે. આ ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ ગદર 2 સાથે 11 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી છે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે સેન્સર બોર્ડ ઇચ્છે છે કે અક્ષય કુમાર નું ભગવાન શિવનું પાત્ર બદલવામાં આવે.
સેન્સર બોર્ડ ને ‘OMG 2‘ માં અક્ષય કુમારના શિવ ના પાત્ર પર વાંધો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની રિવાઇઝિંગ કમિટીએ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મને વિવાદાસ્પદ ગણાવી છે અને ફિલ્મને A પ્રમાણપત્ર આપ્યું છે. ફિલ્મ રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે, પરંતુ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણિત કરવાની બાકી છે. સમાચાર આવી રહ્યા છે કે મેકર્સ ફિલ્મના કન્ટેન્ટ અને સીન્સ સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. બીજી તરફ સેન્સર બોર્ડ પણ અડગ છે અને કોઈપણ રીતે કોઈ કસર છોડવા તૈયાર નથી. ‘OMG‘ પછી દર્શકો ‘OMG 2‘માં અક્ષય કુમારનો શિવ લુક જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતાનો આ લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે, પરંતુ સેન્સર બોર્ડને અક્ષયનો આ લુક કદાચ ગમ્યો નહીં હોય. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ફિલ્મમાં અક્ષયના ભગવાન શિવના પાત્રને મંજૂરી આપી રહ્યું નથી. સેન્સર બોર્ડ ઈચ્છે છે કે મેકર્સ અક્ષયના રોલમાં ફેરફાર કરે અને તેને ભગવાન શિવની જગ્યાએ ભગવાન ના મેસેન્જર તરીકે બતાવે.
આ સમાચાર પણ વાંચો : Disha Vakani TMKOCના 15 વર્ષ પૂરા થવા પર અસિત મોદીએ ચાહકોને આપી ભેટ,શું હવે શોમાં ફરી ગુંજશે ‘હે માં માતાજી’ ની ગુંજ?, મેકર્સે દિશા વાકાણી ની વાપસી પર કહી આ વાત
‘OMG 2‘ ની રિલીઝ ડેટ
તમને જણાવી દઈએ કે A પ્રમાણપત્ર મળવાનો અર્થ એ છે કે પરિવાર અને બાળકો ફિલ્મ જોઈ શકતા નથી. આવી સ્થિતિમાં ફિલ્મને ઘણું નુકસાન થઈ શકે છે. ફિલ્મના મેકર્સ ફિલ્મને કેવી રીતે રિલીઝ કરવી તે અંગે વિચારણા કરી રહ્યા છે.હજુ સુધી ‘OMG 2’ ફિલ્મ ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી