Site icon

ઓમિક્રોનની ઈફેક્ટ : વિક્કી – કેટરિનાના લગ્ન માં મહેમાનો સંદર્ભે આ નિર્ણય લેવાયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 01 ડિસેમ્બર 2021    
બુધવાર 

બ્રિટીશ મૂળની કેટરિનાના લગ્નમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપવાના હતા. પરંતુ ઓમિક્રોનના કારણ ેસરકાર નવી ગાઇડલાઇન્સ બહાર પાડતા તેમના ભારત આવવા પર સંશય થઇ રહ્યો છે.  કેટરિના અને વિક્કીના લગ્નની સંગીત સેરેમનીને કરણ અને ફરાહ કોરિયોગ્રાફ કરી રહ્યા છે.વિક્કી કૌશલ અને કેટરિના કૈફે પોતાના લગ્નની ઘોષણા તો નથી કરી, પરંતુ તેમના લગ્ન વિશે નવી નવી વાતો આવ્યા કરે છે. હવે વાત એવી છે કે, તેઓ પોતાના લગ્નના મહેમાનોની સંખ્યા ઓછી કરી રહ્યા છે. જાેકે વિક્કી કૌશલની બહેન ડો. પાસના વોહરાએ જણાવ્યુ હતુ કે, કેટરિના અને વિક્કીના લગ્ન એ એક માત્ર અફવા જ છે, તેઓ લગ્ન નથી કરી રહ્યા. રિપોર્ટને સાચો માનીએ તો આ યુગલ ૯ ડિસેમ્બરના રોજ લગ્નના ફેરા લેવાનું છે. તેમણે પોતાના લગ્નમાં આમંત્રિતોની એક યાદી તૈયાર કરી હતી. પરંતુ હવે ફરી આ યાદી પર ફેરવિચારણા થઇ રહી છે. વાત એમ બની છે કે, કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન લોકોને સપાટામાં લઇ રહ્યો છે. તેથી સરકાર નવી ગાઇડલાઇન્સ તૈયાર કરી રહી હોવાથી આમંત્રિતોની સંખ્યા ઘટાડવી પડે તેવી પરિસ્થિતિ ઉદભવી છે.
 

Join Our WhatsApp Community

ચા કરતા કીટલી ગરમ : સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો. સારાએ આ પગલું લીધું.

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version