News Continuous Bureau | Mumbai
Shahrukh khan birthday: બોલિવૂડ નો કિંગ ખાન એટલે કે,શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર, શાહરૂખના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મધરાતથી તેના બંગલા મન્નત ની બહાર એકઠા થયેલા જોવા મળ્યા હતા. કિંગ ખાને તેના બંગલાની બાલ્કનીમાં આવીને તેના ચાહકોનું અભિવાદન કર્યું હતું. તેણે ચાહકો માટે પોતાના બંને હાથ ખોલીને પોતાનો સિગ્નેચર પોઝ પણ આપ્યો હતો.
શાહરુખ ખાન એ કર્યું ચાહકો નું અભિવાદન
શાહરુખ ખાન ના જન્મદિવસ પર ચાહકો મોટી સંખ્યા માં તેના બંગલા મન્નત ની બહાર એકઠા થયા હતા આ દરમિયાન શાહરુખ ખાને મન્નત ની બાલ્કની માં આવી તેના ચાહકો નું અભિવાદન કર્યું હતું.ચાહકો તેના સુપરસ્ટાર ને જોઈ ખૂબ જ ઉત્સાહિત થઇ ગયા હતા. આ દરમિયાન શાહરુખ ખાન ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો. રોમાન્સ ના કિંગ ગણાતા શાહરુખ ખાને તેના સિગ્નેચર પોઝ થી ચાહકો ને ખુશ કરી દીધા હતા.
#WATCH | Mumbai: Actor Shah Rukh Khan waves at the fans who gathered outside his residence ‘Mannat’ in large numbers to catch a glimpse of him, on Shah Rukh Khan’s 58th birthday.#ShahRukhKhan pic.twitter.com/gjE99qa0ZX
— ANI (@ANI) November 1, 2023
શાહરુખ ખાન ના જન્મદિવસ પર ચાહકો ને મોટી ભેટ મળી છે. નેટફ્લિક્સ એ શાહરુખ ખાન ની બ્લોકબસ્ટર ફિલ્મ જવાન આજે રિલીઝ કરી છે. બીજી તરફ આજે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું પર ટીઝર રિલીઝ થવાની તૈયારી માં છે
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan: શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ચાહકો ને ભેટ આપવાની સાથે સાથે અલગ અંદાજ માં આપી નેટફ્લિક્સ ને ધમકી, જુઓ ફની વિડીયો