News Continuous Bureau | Mumbai
Orry: ઓરી એ બોલિવૂડ સ્ટાર કિડ નો ફેવરિટ છે અને તેમનો બેસ્ટ ફ્રેન્ડ પણ છે. ઓરી તેની સ્ટાઇલ ને કારણે ચર્ચામા રહેતો હોય છે. હવે વધુ એક વખત ઓરી ચર્ચામાં આવ્યો છે અને તેનું કારણ છે ઓરી અને પલક ની પ્રાઇવેટ ચેટ. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઓરી અને અભિનેત્રી પલક તિવારી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ઓરીએ પલક સાથેની તેની વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જે બાદ માં હટાવી દેવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર મામલે ઓરીએ પોતાનું મૌન તોડ્યું છે, અને હકીકત જણાવી છે.
આ સમાચાર પણ વાંચો : Orry and Palak tiwari: પલક તિવારી સાથે ઓરી એ કર્યું એવું કામ કે દરેક જગ્યાએ થઈ રહી છે તેની ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
ઓરી એ જણાવી હકીકત
થોડા દિવસ પહેલા ઓરી અને પલક ની પ્રાઇવેટ ચેટ વાયરલ થઇ હતી જેમાં પલક સતત ઓરી ની માફી માંગી રહી હતી અને જવાબ માં ઓરી એ તેને મિડલ ફિંગર નું ઈમોજી સેન્ડ કર્યું હતું. આ ચેટ માં સારા નો પણ ઉલ્લેખ હતો. આ ચેટ વાયરલ થયા બાદ તેને હટાવી દેવામાં આવી હતી. હવે આ ચેટ પર ઓરી એ મૌન તોડ્યું છે.ઓરીએ એક પોસ્ટ શેર કરીને કહ્યું, ‘પલક શા માટે માફી માંગી રહી છે તે કેમ કોઈ પૂછતું નથી? જરા આ વિશે પણ વિચારો? તમે લોકો તેને માફ ન કરવા બદલ મને ઠપકો આપો છો, પણ તેણે ખોટું કર્યું છે. એટલું ખોટું કે ત્રીજી વ્યક્તિએ તેમાં સામેલ થવું પડ્યું અને તેને કહેવું પડ્યું કે તેણે ખોટું કર્યું છે.શું તમને લાગે છે કે તેમાફી માંગશે, અથવા કોઈ બીજાએ તેને માફી માંગવાનું કહ્યું? જો તેણી કંઈપણ વિશે ખોટું નહોતું અથવા રેખા પાર કરી ન હતી, તો તે શા માટે માફી માંગે છે. ઇન્ડસ્ટ્રીના દરેક વિભાગમાં મારા મિત્રો છે, પરંતુ મેં ક્યારેય કોઈ સાથે આવો વ્યવહાર કર્યો નથી કારણ કે મેં આવો બકવાસ અગાઉ ક્યારેય સાંભળ્યો નથી.’

ઓરી એ દરેક સેલેબ્રિટી નો ફેવરિટ છે. તે દરેક સેલેબ્રીટી ની પાર્ટી માં હાજરી આપે છે પછી તે બોલિવૂડ સેલેબ્રીટી હોય કે પછી બિઝનેસ સેલેબ્રીટી.ઓરી એ સ્ટારકિડ્સ નો ફેવરિટ ફ્રેન્ડ છે.બીજી તરફ પલક તિવારી એ શ્વેતા તિવારી ની દીકરી છે. હાલ તેનું નામ સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે.