Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ

Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર નું નામ પણ 252 કરોડ ડ્રગ કેસ માં આવ્યું છે. ANCએ 25 નવેમ્બરે હાજર થવા કહ્યું, મેફેડ્રોન રેકેટમાં ફિલ્મી દુનિયાના મોટા નામો સામે આવ્યા

by Zalak Parikh
Siddhant Kapoor Summoned by Mumbai Police in 252 Crore Drug Case After Orry

News Continuous Bureau | Mumbai

Siddhant Kapoor: મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) એ હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં મોટું પગલું ભર્યું છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને 25 નવેમ્બરે પૂછપરછ માટે સમન મોકલવામાં આવ્યું છે. આ કેસ મહારાષ્ટ્રમાં  252 કરોડના મેફેડ્રોન જપ્તી સાથે જોડાયેલો છે. આ જ કેસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી   ને પણ સમન મોકલવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ

કેસની વિગતો

મીડિયા રિપોર્ટ મુજબ મુખ્ય આરોપી સુહેલ શેખ ઉર્ફે ‘લૈવિશ’  એ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ફેશન જગત અને રાજકીય હસ્તીઓ તેની રેવ પાર્ટીઓમાં હાજર રહેતા હતા. ANC હવે આ નેટવર્કના ફંડિંગ અને મેનેજમેન્ટની તપાસ કરી રહી છે. સિદ્ધાંત કપૂર પહેલાથી જ 2022માં બંગલુરુની રેવ પાર્ટીમાં ડ્રગ્સ કન્ઝમ્પશનના કેસમાં વિવાદમાં રહ્યો હતો. સિદ્ધાંત કપૂર 25 નવેમ્બરે અને ઓરી 26 નવેમ્બરે ANC સમક્ષ હાજર રહેશે. બંનેના નિવેદનથી કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા મુજબ, આવતા દિવસોમાં વધુ હસ્તીઓને પણ સમન મોકલવામાં આવી શકે છે.. 

 

View this post on Instagram

 

A post shared by Giulia (@photo_girina)


સુહેલ શેખને ગયા મહિને દુબઈથી ભારત લાવવામાં આવ્યો હતો. તેને સૌપ્રથમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં મેફેડ્રોન જપ્તી કેસમાં પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ ANCની ઘાટકોપર યુનિટે પણ તેને કસ્ટડીમાં લીધો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More