News Continuous Bureau | Mumbai
Orry:બોલિવૂડ સેલેબ્સ અને સ્ટારકિડ્સ માં લોકપ્રિય ઓરી કોફી વિથ કરણ 8 માં જોવા મળ્યો હતો. લગભગ દરેક સેલેબ્સ સાથે સેલ્ફી લેતા ઓરી ને કાજોલે ફોટો પડાવવાની ના પાડી દીધી હતી. આ ઘટના નો ઉલ્લેખ ઓરી એ કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ દરમિયાન કર્યો હતો.
ઓરી સાથે ફોટો પડાવવાની કાજોલે પાડી ના
ઓરી એ કરણ જોહર ને જણાવ્યું હતું કે,“જ્યારે હું ન્યૂયોર્કમાં કોલેજમાં હતો, ત્યારે મારી પ્રથમ નોકરી ‘ચિલ્ડ્રન શૂડ વોશ ધેર હેન્ડ્સ કોન્ફરન્સ’માં પોસ્ટ માટે હતી. ઘણા લોકો નથી જાણતા કે હું કાજોલ નો એટેન્ડન્ટ નંબર 3 હતો અને કદાચ તે પણ આ જાણતી નહોતી. મને લાગે છે કે તે 2013 માં ન્યૂ યોર્કના ધ પિયરમાં થયું હતું.તે ભાષણ આપી રહી હતી અને મેં તેના સુરક્ષા કર્મચારીઓ પાસે ફોટો ખેંચવાની પરવાનગી માંગી, પરંતુ તેણે ના પાડી.” આ સાંભળ્યા પછી કરણે કહ્યું, “આ એક મોટી વિડંબના છે, તેને ખબર નહીં હોય કે આટલા વર્ષોમાં એક દિવસ, તમે તેની પુત્રી (નિસા દેવગન) સાથે લાખો તસવીરોમાં હશો.” ઓરીએ કહ્યું, “હા, જીવનનું વર્તુળ પૂર્ણ થઈ ગયું છે. હું નિસા ને એવી રીતે પ્રેમ કરું છું જાણે તે મારી નાની બહેન હોય.”
આ સમાચાર પણ વાંચો : Kubbra sait Ramayan: રણબીર કપૂર ની રામાયણ માં થઇ શકે છે સેક્રેડ ગેમ્સની કુકુ ની એન્ટ્રી! આપ્યું ફિલ્મ ના આ મહત્વ ના રોલ માટે ઓડિશન
તમને જણાવી દઈએ કે, ઓરી એક સોશિયલ મીડિયા સ્ટાર છે જે ઘણીવાર બોલિવૂડના ઘણા મોટા દિગ્ગજો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. તે સ્ટાર કિડ્સ નો ફેવરિટ છે.