Orry: આ રીતે પાર્ટી માં જઈને ઓરી કમાય છે લાખો રૂપિયા, સ્ટાર કિડ્સ ના ફ્રેન્ડ એ પોતે કર્યો ખુલાસો

Orry finally reveals his primary source of income

News Continuous Bureau | Mumbai

Orry: ઓરી દરેક મોટી સેલિબ્રિટી ની પાર્ટીમાં જોવા મળતો હોય છે. પછી તે મુકેશ અંબાણી હોય, મનીષ મલ્હોત્રા હોય કે શાહરુખ ખાન દરેક પાર્ટીમાં ઓરી જોવા મળતો હોય છે. હાલમાં જ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન હોલિવૂડ સિંગર રિહાના પણ ઓરીની ફેન બની ગઈ હતી અને તેણે ઓરી પાસેથી ઈયરિંગ પણ લીધી હતી. ઓરી નીસા દેવગન, જ્હાન્વી  કપૂર,સુહાના ખાન જેવા સ્ટાર્સ કિડ્સ સહિત ઘણા સ્ટાર નો પણ મિત્ર છે. હવે દરેક વ્યક્તિ ને એ જાણવાની ઉત્સુકતા છે કે ઓરી કેમ દરેક પાર્ટી માં જાય છે અને તેની આવક શું છે. 

આ સમાચાર પણ વાંચો :  Ram gopal varma: રાજનીતિ માં થઇ રામ ગોપાલ વર્મા ની એન્ટ્રી, આ સીટ પરથી લડશે ચૂંટણી

ઓરી ની આવક 

ઓરી એ તાજેતરમાં જ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું કે, ‘હાલ માટે મારું ધ્યાન ખુશીનો સંદેશ ફેલાવવા પર છે. તે મને લોકો સાથે જોડે છે અને મને આગળ વધવામાં મદદ કરે છે. તેઓ મને એવા કાર્યક્રમોમાં હાજરી આપવા દે છે જે અન્ય લોકો અને મને ખુશી આપે છે. આમાં ભાગ લેવો એ મારી આવકનો પ્રાથમિક સ્ત્રોત છે.લોકો મને લગ્નમાં બોલાવે છે અને ખુશીથી મને 15-30 લાખ રૂપિયા આપે છે. લોકો ઈચ્છે છે કે હું મહેમાન તરીકે નહીં પણ મિત્ર તરીકે હાજરી આપું. પછી તે વરરાજાનો હોય કે અન્ય કોઈનો.’