News Continuous Bureau | Mumbai
Orry: હાલમાં જ ઓરી બિગ બોસ 17 ના મંચ પર જોવા મળ્યો હતો. જ્યાં તેને તેના પ્રોફેશન અને કામ ને લઇ ને સલમાન ખાન સામે બણગા ફૂંક્યા હતા. તેને સલમાન ખાન સામે બડાઈ હાંકી હતી કે તેના પાંચ મેનેજર છે. તેમજ જયારે સલમાન ખાને તેને પૂછ્યું કે તું કામ શું કરે છે તો તેના જવાબ માં ઓરી એ કહ્યું કે, મને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવાના 20 થી 30 લાખ રૂપિયા મળે છે, આ જાણી ને સલમાન ખાન ને પણ નવાઈ લાગી હતી.હવે બિગ બોસ છોડ્યા બાદ ઓરીએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.
ઓરી એ જણાવી હકીકત
એક મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન ઓરી ને તેના સેલ્ફી ના પૈસા અંગે પૂછવામાં આવ્યું તો ઓરી એ જણાવ્યું કે, “મને મારું નિવેદન ખૂબ ગમ્યું. જો કે, મેં થોડી અતિશયોક્તિ કરી. પરંતુ, મારા એક નિવેદને જે રીતે હેડલાઈન્સ બનાવવાનું શરૂ કર્યું તે જોઈને મને ખૂબ આનંદ થયો. જો મેં સેલ્ફી પોસ્ટ કરીને આટલા પૈસા કમાયા હોત તો આજે હું એક ટાપુ પર રહેતો હોત. હું અહીં રહીને મહેનત ના કરતો હોત.હું ઈચ્છું છું કે હું સેલ્ફી પોસ્ટ કરીને આટલા પૈસા કમાતો હોત. હું એક ટાપુ પર બોટ પર રહેતો હોત. બોમ્બેમાં કૂતરાની જેમ કામ ના કરતો હોત . હું જેટલો આજે સારી રીતે જીવી રહ્યો છું તેનાથી પણ વધુ સારી રીતે જીવી રહ્યો હોત. જો મને એક પોસ્ટ માટે 20 થી 30 રૂપિયા પણ મળે તો પણ હું મારી જાતને ભાગ્યશાળી માનીશ.”
આ સમાચાર પણ વાંચોઃ Animal: એનિમલ ના આ સીન પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, આટલા ફેરફાર સાથે ફિલ્મ ને મળ્યું A સર્ટિફિકેટ
તમને જણાવી દઈએ કે, ઓરી એ શનિવાર કા વારમાં બિગ બોસ ના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ ઓરીએ બધાને પોતાના ફેન બનાવી લીધા હતા.પરંતુ રવિવારે ઓરી શોમાંથી બહાર થઇ ગયો હતો આ શો માં ઓરી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થી અંદર નહોતો આવ્યો પરંતુ તે ફક્ત એક જ દિવસ માટે શો ના સ્પર્ધક ને એન્ટરટેઇન કરવા આવ્યો હતો. .