News Continuous Bureau | Mumbai
95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર 2023ની શરૂઆત થઈ ગઈ છે. લોસ એન્જલસમાં આયોજિત આ એવોર્ડ શોના શેમ્પેન (રેડ) કાર્પેટ પર હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સે પ્રભુત્વ જમાવ્યું હતું. રેડ કાર્પેટ પર સ્ટાર્સ તેમના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં જોવા મળ્યા હતા. આખા દેશની નજર એસએસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’ પર ટકેલી છે. ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ’’ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. આ ગીત પહેલાથી જ ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ધમાલ મચાવી ચૂક્યું છે, ત્યારબાદ હવે તે ઓસ્કાર પણ જીતે તેવી અપેક્ષા છે. એસએસ રાજામૌલી સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર અને રામ ચરણ પહેલેથી જ યુએસએના લોસ એન્જલસ પહોંચી ગયા છે, જ્યાં એવોર્ડ સમારોહ યોજાઈ રહ્યો છે. ઓસ્કાર 2023 ભારત માટે આ વર્ષ ઘણા કારણોસર ખૂબ જ ખાસ છે.
2 ડોક્યુમેન્ટી ને મળ્યું ઓસ્કર નોમિનેશન
‘RRR’ સિવાય બે ભારતીય ડોક્યુમેન્ટ્રીને ઓસ્કર નોમિનેશનમાં સ્થાન મળ્યું છે. આ બે ડોક્યુમેન્ટ્રી છે ‘ઓલ ધેટ બ્રેથ્સ’ અને ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’. શૌનક સેન દ્વારા દિગ્દર્શિત ‘ઓલ ધેટ બ્રેથ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. બીજી ડોક્યુમેન્ટરીને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. તેનું નિર્દેશન ગુનીત મોંગા અને કાર્તિકી દ્વારા કરવામાં આવ્યું છે.
દીપિકા પાદુકોણ હશે પ્રેઝન્ટર
દીપિકા પાદુકોણ ઓસ્કર 2023માં પ્રસ્તુતકર્તા હશે. આ માહિતી દીપિકાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી હતી. આગલા દિવસે તે ઓસ્કારમાં હાજરી આપવા માટે મુંબઈથી અમેરિકા જવા રવાના થઈ હતી.અમેરિકન અભિનેત્રી લોરેન ગોટલીબ ઓસ્કારમાં ‘નાટુ નાટુ’ ગીત પર પરફોર્મ કરશે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ખાસ સમાચાર, હું ઓસ્કારમાં ‘નાટુ નાટુ’ પર પરફોર્મ કરી રહી છું. હું વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ખરેખર ઉત્સાહિત છું. મને ભાગ્ય માટે અભિનંદન આપો.