News Continuous Bureau | Mumbai
Pakistan Banned Indian Songs: 22 એપ્રિલ ના રોજ જમ્મુ-કાશ્મીર ના પહલગામ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ લોકો ની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા.જે બાદ ભારત સરકારે કડક કાર્યવાહી કરી અને ઘણા મોટા નિર્ણયો લીધા. તાજેતરમાં, ભારત સરકારે ભારતમાં હાનિયા આમિર અને માહિરા ખાનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ બ્લોક કર્યા છે. ભારતને પગલે હવે પાકિસ્તાન સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો: Rakhi Sawant: પૈસા કમાવવા રાખી સાવંત બેંગકોક માં કરી રહી છે આવું કામ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ડ્રામા ક્વીન નો વિડીયો
પાકિસ્તાનમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ કેમ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન સરકારે 1 મેના રોજ એક સૂચના બહાર પાડી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માહિતી આપતાં પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને કહ્યું, ‘હવે પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતો વગાડવામાં આવશે નહીં.’ આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
#BREAKING: Pakistan Broadcasters Association (PBA) has banned airing of Indian songs on Pakistan FM Radio Stations. The move is likely to witness a massive drop in audience of Pakistani radio stations. Self-Goal by Pakistani Government. pic.twitter.com/gGQ6gw9pdS
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 1, 2025
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેના દ્વારા ભારતને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાન સરકાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)