Site icon

સૈફ ના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન ને નહિ પરંતુ ધ આર્ચીસ ના આ અભિનેતા ને ડેટ કરી રહી છે પલક તિવારી-માતા શ્વેતાને પણ પસંદ છે તેમના સંબંધ

News Continuous Bureau | Mumbai 

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી (Palak Tiwari)અવારનવાર સમાચારોમાં બની રહે છે. જ્યારે તે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પટૌડી (Ibrahim Ali Khan)સાથે જોવા મળી ત્યારે તે ઘણી હેડલાઈન્સ બની હતી. બાદમાં પલક તિવારીએ સ્પષ્ટતા કરી કે તેઓ માત્ર મિત્રો છે અને ડેટિંગની અફવાઓને ફગાવી દીધી હતી. તે જ સમયે, પલક ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે. આ વખતે પલક તિવારીનું નામ ધ આર્ચીઝ એક્ટર(The archies) વેદાંગ રૈના સાથે જોડાયું છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, ‘પલક અને વેદાંગ(Vegang Raina) બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને તેઓ ખૂબ જ પ્રેમમાં છે. તેમનો PDA પ્રાઈવેટ પાર્ટીઓમાં (Private parties)ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. જો કે, તેઓએ ક્યારેય તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. એક નજીકના સ્ત્રોત કહે છે, “દેખીતી રીતે પલક અને વેદાંગ બંને તેમની કારકિર્દી (career)પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેઓ આટલા જલ્દી તેમના રિલેશનશિપ સ્ટેટસ વિશે જાહેરમાં નહીં આવે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પલક અને વેદાંગ એક જ ટેલેન્ટ એજન્સીનો(talent agency) ભાગ છે. બંને એક જ એજન્સી દ્વારા આયોજિત પાર્ટીમાં મળ્યા હતા અને ત્યારથી તેઓ એકબીજાના બની ગયા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પલકની માતા શ્વેતા પણ તેમના સંબંધોથી ખૂબ જ ખુશ છે. શ્વેતા ખુશ છે કે તેની દીકરી ખુશ છે અને તે પોતાના જીવનનો નિર્ણય લેવા માટે તૈયાર છે. જોકે, પલકની ટીમે આ સમાચારને નકારી કાઢતા કહ્યું છે કે આ માત્ર બીજી અફવા (rumors)છે.

આ સમાચાર પણ વાંચો : શું હવે ટપુ પણ કહેશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને અલવિદા- અભિનેતા રાજ અનડકટને મળી આ મોટી ઓફર

તમને જણાવી દઈએ કે, પલક તિવારી જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ(Palak tiwari bollywood debut) કરવા જઈ રહી છે. તે વિવેક ઓબેરોયના પ્રોડક્શન હાઉસ રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટરથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા તૈયાર છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ(poster release) થઈ ગયું છે, જેમાં પલક તિવારીની ઝલક જોવા મળી રહી છે. પલક તિવારી પોસ્ટરમાં કોલ સેન્ટરની કર્મચારી રોઝીના રોલમાં જોવા મળી રહી છે. પલકને હેરી કી સંધુ સાથે ના ગીત ‘બિજલી-બિજલી’(Bijli Bijli song) થી ભારે લોકપ્રિયતા મળી હતી. હાલમાં, અભિનેત્રી તેની ફિલ્મી કારકિર્દી પર ધ્યાન આપી રહી છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version