Site icon

Panchayat 3: પંચાયત 3 એ રિલીઝ થયા ના 14 જ દિવસમાં જ બનાવ્યો આ રેકોર્ડ, પ્રાઈમ વિડીયો એ સિરીઝ નું પોસ્ટર શેર કરી આપી માહિતી

Panchayat 3: પંચાયત 3 એ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ છે. આ સિરીઝ 28 મે થી સ્ટ્રીમ થઇ રહી છે. હવે રિલીઝ ના માત્ર 14 જ દિવસ માં પંચાયત 3 એ એક રેકોર્ડ બનાવ્યો છે જેની જાહેરાત પ્રાઈમ વિડીયો એ કરી છે.

panchayat 3 becomes the most watched series opening 14 days

panchayat 3 becomes the most watched series opening 14 days

News Continuous Bureau | Mumbai 

 Panchayat 3: પંચાયત અને પંચાયત 2 બાદ લોકો પંચાયત 3 ની રાહ જોઈ રહ્યા હતા.હવે આ સિરીઝ 28 મે ના રોજ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ કરવામાં આવી છે. આ સિરીઝ ને તેની પ્રથમ બંને સીઝન ની જેમ ખુબ પ્રેમ મળી રહ્યો છે. હવે આ સિરીઝ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંચાયત 3 એ રિલીઝ ના માત્ર 14 જ દિવસ માં એક રેકોર્ડ બનાવ્યો છે જેની જાહેરાત પ્રાઈમ વિડીયો એ કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Siddharth mallya wedding: વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થના લંડનમાં થઈ રહ્યા ભવ્ય લગ્ન, થવાવાળી દુલ્હન ની તસવીર શેર કરી કહી આવી વાત.

પંચાયત 3 એ બનાવ્યો રેકોર્ડ 

એમેઝોન પ્રાઈમ વિડીયો એ તેના અધિકારીક ઇન્સ્ટાગ્રામ પર પંચાયત સીઝન 3 નું પોસ્ટર શેર કરતા જણાવ્યું કે,  ‘પંચાયત’ની ત્રીજી સીઝન બે અઠવાડિયામાં સૌથી વધુ જોવાયેલ ભારતીય મૂળ શો બની ગયો છે. આ સાથે, આ સીરીઝ એ એમેઝોન પ્રાઇમ વીડિયોના ટોપ 3માં પોતાનું સ્થાન બનાવી લીધું છે.આ શો દેશ-વિદેશમાં ઘણા લોકોનો ફેવરિટ બની ગયો છે. IMDB પર તેનું રેટિંગ 9.0 છે.


‘પંચાયત’ની ત્રીજી સિઝનની વાર્તા ફૂલેરા ગામમાં રહેતા લોકોની આસપાસ ફરે છે. કોમેડીની સાથે તેમાં રાજનીતિનો સ્વાદ પણ ચાખવા મળી રહ્યો છે. આ સિરીઝ ને ભારત સહિત 240 થી વધુ દેશોમાં રિલીઝ કરવામાં આવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version