News Continuous Bureau | Mumbai
parineeti chopra and raghav chaddha: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવા જઈ રહ્યા છે. કપલે દિલ્હીમાં અરદાસ સાથે લગ્નની વિધિ શરૂ કરી હતી. જે બાદ રાઘવ ચઢ્ઢાના ઘરે સૂફી નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બંને કપલે સાથે ડાન્સ પણ કર્યો હતો.હવે ચાહકોની સાથે દરેક લોકો તેમના લગ્નના દિવસો ગણી રહ્યા છે. આજે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા તેમના લગ્ન માટે ઉદયપુર જવા રવાના થયા છે.
દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા પરિણીતી અને રાઘવ
પરિણીતી અને રાઘવ શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પરથી ઉદયપુર જતા જોવા મળ્યા હતા, તેમના લગ્ન બે દિવસમાં એટલે કે 23 અને 24 સપ્ટેમ્બરે થશે. તમને જણાવી દઈએ કે આ કપલે તેમના લગ્ન માટે ધ લીલા પેલેસ ઉદયપુર બુક કરાવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હોટલમાં કપલ માટે બુક કરાયેલા સ્યુટની કિંમત પ્રતિ રાત્રિ 10 લાખ રૂપિયાથી ઓછી નથી.એવા પણ અહેવાલો છે કે પરિણીતી લગ્નમાં તેના મિત્ર અને લોકપ્રિય બોલિવૂડ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ આઉટફિટ પહેરશે. અત્યાર સુધી સામે આવી રહેલા સમાચારો અનુસાર પરિણીતી પેસ્ટલ કલર નો આઉટફિટ પહેરશે.
View this post on Instagram
પરિણીતી અને રાઘવ ની સગાઈ
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી. આ પહેલા, બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે જાહેરમાં વાત કરી ન હતી, પરંતુ અહેવાલ છે કે તેઓ ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે.
આ સમાચાર પણ વાંચો : Shilpa shetty ganesh visarjan: ગણપતિ વિર્સજન માં મરાઠી મુલગી બની શિલ્પા શેટ્ટી, અભિનેત્રી એ ધામધૂમ થી કર્યું બાપ્પા નું વિસર્જન, જુઓ વિડીયો