News Continuous Bureau | Mumbai
Pavitra jayram: ટીવી સિરિયલ ‘ત્રિનયની’માં તિલોત્તમાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી પવિત્રા જયરામનું રવિવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આંધ્રપ્રદેશના મહેબૂબા નગર પાસે એક ભયાનક કાર અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પવિત્રા ના આકસ્મિત નિધન થી તેના ફેન્સ આઘાત માં છે.
પવિત્રા જયરામ નું નિધન
મીડિયા રિપોર્ટ મુજબ પવિત્રા જયરામનું નિધન 12 મે ના રોજ આંધ્ર પ્રદેશના મહેબૂબ નગરમાં થયું હતું. રિપોર્ટ મુજબ કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. બાદમાં હૈદરાબાદથી વાનપાર્ટી આવી રહેલી બસે જમણી બાજુએ કારને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે અભિનેત્રી નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોડ અકસ્માતમાં એક્ટ્રેસની કઝિન અપેક્ષા, ડ્રાઈવર શ્રીકાંત અને એક્ટર ચંદ્રકાંત ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.