323
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
આ દિવસોમાં બાદશાહનું ગીત 'બાવલા' સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતના શબ્દો લોકોનાં દિલ જીતી રહ્યાં છે. બે મહિલાઓ સોશિયલ મીડિયા પર ‘બાવલા’ ગીત ગાતી જોવા મળી રહી છે. એવું માનવામાં આવે છે કે આ બે મહિલા તે જ મહિલા છે જેમણે ‘બાદશાહ’નું ગીત ગાયું હતું.
આ વીડિયોમાં તે બંને ખૂબ સુંદર રીતે ગાતા પણ જોવા મળી રહ્યા છે. પરંતુ ગીત સાથે લોકો એ કંઈક એવું જોયું કે તેઓ સ્તબ્ધ થઈ ગયા. ગુલાબી પોશાકમાં ગાતી સ્ત્રીમાં લોકોને અક્ષય કુમારની ઝલક જોવા મળી. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોને પણ મૂંઝવણ થવા લાગી કે શું અક્ષયકુમાર એક મહિલા તરીકે ગીત ગાઈ રહ્યો છે. પરંતુ જ્યારે તમે વીડિયો જોશો, ત્યારે તમને જાણ થશે કે આ સ્ત્રી માત્ર અક્ષય જેવી દેખાય છે, અક્ષય નથી.
You Might Be Interested In