News Continuous Bureau | Mumbai
PM Modi on The sabarmati report: ‘ધ સાબરમતી રિપોર્ટ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.આ ફિલ્મ ગુજરાત ના ગોધરાકાંડ પર બનેલી છે.આ ફિલ્મ માં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તેવામાં વડાપ્રધાન મોદીએ આ ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો : The sabarmati report review:જો તમે પણ ધ સાબરમતી રિપોર્ટ જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો જાણી લો કેવી છે વિક્રાંત મેસી ની ફિલ્મ
‘ધ સાબરમતી રિપોર્ટ’ પર પીએમ મોદી એ આપી પ્રતિક્રિયા
પીએમ મોદીએ તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આલોક ભટ્ટ નામના યુઝરની X પોસ્ટને ફરીથી પોસ્ટ કરી છે. પીએમ મોદીએ આ પોસ્ટ ને રિપોસ્ટ કરતા લખ્યું કે, “આ સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. નકલી કથા થોડા સમય માટે જ ટકી શકે છે. છેવટે, હકીકતો હંમેશા બહાર આવે છે!”
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y
— Narendra Modi (@narendramodi) November 17, 2024
તમને જણાવી દઈએ કે ધ સાબરમતી રિપોર્ટ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં લાગેલી આગની ઘટના પર બની છે. ત્યારે ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા કારસેવકો ની બોગીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાતમાં 28મી ફેબ્રુઆરીથી ભયાનક કોમી રમખાણો થયા હતા જેમાં લગભગ 1000 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)