ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
એક સમયે બૉલિવુડનુ ટૉપ અભિનેત્રી ગણાતી પૂજા બત્રા છેલ્લા કેટલાક સમયથી તેણે ઈન્ડસ્ટ્રીથી અંતર જાળવી લીધુ છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર તે પોતાના ચાહકોની ખૂબ નજીક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ફોટોસ અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ફેન્સ પણ પૂજાની બોલ્ડનેસ ઘણી પસંદ કરે છે.
આ દિવસોમાં પૂજા ગોવામાં એન્જોય કરી રહી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી રહી છે. તાજેતરમાં પૂજાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તેની શૈલીને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. 
પૂજા બત્રા તેના ફોટોગ્રાફ્સને કારણે ચર્ચામાં આવી હોય તેવું પહેલીવાર નથી. થોડા દિવસો પહેલા તેણે ઈંસ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેના બોલ્ડ લૂક ફેન્સને ખૂબ પસંદ આવ્યો હતો.

1993માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ પોતાના નામે કરી ચૂકેલી પૂજા બત્રાએ બૉલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. વિરાસત, નાયક, હસીના માન જાયેગી, ભાઈ અને ફર્જ જેવી ઘણી બૉલિવુડ ફિલ્મોમાં જોવામાં મળી ચુકી છે. જો કે તેણે પોતાના કરિયરની શરૂઆત 1995માં એક તમિલ ફિલ્મથી કરી.

