News Continuous Bureau | Mumbai
Poonam pandey: થોડા દિવસો પહેલા પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, સર્વાઈકલ કેન્સર ના કારણે પૂનમ પાંડે નું નિધન થયું છે. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર ઇન્ડસ્ટ્રી શોક માં આવી ગઈ હતી. આ પોસ્ટ ના બીજા દિવસે પૂનમ પાંડે એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી ને જણાવ્યું જે તે જીવતી છે. અને તેને આ સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રી ની ખુબ આલોચના થઇ હતી. હવે પૂનમ પાંડે અને તેના ભૂતપૂર્વ પતિ સેમ બોમ્બે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના એક રહેવાસી એ બંને સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : National Creators Award 2024: સરકારે નવા યુગના પ્રભાવકો માટે જાહેરાત કરી ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’, PM મોદીએ કરીઆ અપીલ
પૂનમ પાંડે અને તેના ભૂતપૂર્વ પતિ સામે નોંધાયો કેસ
ફૈઝાન અંસારી ની એફઆઈઆર માં જણાવ્યું છે કે, ‘પૂનમ પાંડે અને તેના પતિ સેમ બોમ્બેએ કેન્સર જેવી ગંભીર બીમારીની મજાક ઉડાવીને તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પૂનમ પાંડેએ આ સ્ટંટ પોતાની અંગત પ્રસિદ્ધિ માટે કર્યો હતો, જેમાં કરોડો ભારતીયો અને સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો વિશ્વાસ ને ધોકો મળ્યો.’ પૂનમ પાંડે કાનપુર ની રહેવાસી હોવાથી ફૈઝાને જણાવ્યું કે, ‘તે સિવિલ લાઇન્સ કાનપુર કોર્ટમાં પહોંચી રહ્યો છે અને પૂનમ અને તેના પતિ સેમ બોમ્બે વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરી રહ્યો છે, જેની એક નકલ તેણે કાનપુર પોલીસ કમિશનરને પણ આપી છે.’ આ ઉપરાંત ફૈઝાને તેની એફઆઈઆર કોપીમાં પૂનમ પાંડે સામે તાત્કાલિક ધરપકડ વોરંટ જારી કરવાની અપીલ પણ કરી છે.