News Continuous Bureau | Mumbai
Prabha Atre : ભારતના અગ્રણી શાસ્ત્રીય ગાયિકા ( Classical Singer ) ઓમાંના એક ડૉ. પ્રભા અત્રે ( Dr. Prabha Atre ) નું નિધન આજે નિધન થયું છે. તેમણે પૂણે ( Pune ) માં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રભા અત્રેને આજે વહેલી સવારે ઊંઘમાં હાર્ટ એટેક ( Heart Attack ) આવ્યો હતો. તેમને દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, તે પહેલા જ તેમનું નિધન થઈ ગયું હતું. તેમના પાર્થિવ દેહનો સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બે વર્ષ પહેલાં જ ડૉ. પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આજે મુંબઈમાં નિર્ધારિત હતો કાર્યક્રમ
મહત્વનું છે કે તેમનો એક કાર્યક્રમ આજે મુંબઈ ( Mumbai ) માં નિર્ધારિત હતો. આ માટે તે મુંબઈ આવવાની હતા, પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું. ઉસ્તાદ રાશિદ ખાનના અવસાનના સમાચારથી સંગીત જગત બહાર આવી રહ્યું હતું ત્યારે વધુ એક આઘાત લાગ્યો છે. .
પંડિત સુરેશબાબુ માને અને હીરાબાઈ બડોડેકરના શિષ્યા હતા
સ્વરયોગિની, સંગીત ચિંતક, લેખક, ડૉ. પ્રભા અત્રે, બહુમુખી વ્યક્તિત્વ, ‘કિરાણા ઘરાના’ના વરિષ્ઠ ગાયિકા હતા. તે પંડિત સુરેશબાબુ માને અને હીરાબાઈ બડોડેકરના શિષ્યા હતા. સંગીત ક્ષેત્રે તેમના યોગદાન બદલ કેન્દ્ર સરકારે તેમને 1990માં પદ્મશ્રી અને 2002માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. 2022માં તેમને પદ્મ વિભૂષણ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અત્રેને સંગીત નાટક અકાદમી અને પુણ્યભૂષણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. સંગીત પર તેમના ઘણા પુસ્તકો પ્રખ્યાત છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024 : મહાવિકાસ આઘાડીમાં પડી ફૂટ… હવે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા મહારાષ્ટ્ર સરકાર સાથે હાથ મિલવવા તૈયાર...
પ્રભા અત્રે શાસ્ત્રીય ગાયન જગતના ટોચના કલાકારોમાંના એક હતા. પ્રભા અત્રેએ ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રભા અત્રેએ સંગીત ( Music ) ના વિવિધ પ્રકારોમાં નિપુણતા મેળવી છે. ખયાલ, ઠુમરી, દાદરા, ગઝલ જેવી વિવિધ ગાયકી શૈલીમાં તેઓ નિપુણ હતા.
સંગીતમાં ડોક્ટરેટની પદવી મેળવી
ઉલ્લેખનીય છે કે પ્રભા અત્રેનો જન્મ 13 સપ્ટેમ્બર 1932ના રોજ પુણેમાં થયો હતો. તે બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હતી. શાસ્ત્રીય ગાયિકા હોવા ઉપરાંત, તેણીએ શિક્ષણશાસ્ત્રી, સંશોધક, સંગીતકાર અને લેખક તરીકે પણ તેજસ્વી રીતે કામ કર્યું હતું. વિજ્ઞાન અને કાયદામાં સ્નાતક પ્રભા અત્રેએ સંગીતમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી.