Site icon

શું પ્રભાસ અને પૂજા હેગડે ની ‘રાધે શ્યામ’ ઓટીટી પર થશે રિલીઝ? મળી આટલા કરોડની ઓફર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

બુધવાર

કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેની અસર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, અપેક્ષા વધી રહી છે કે સમગ્ર દેશમાં લોકડાઉન થઈ શકે છે.કોરોનાના વધતા જતા કેસોને જોતા હાલમાં જ એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' અને શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'ની રિલીઝ ડેટ્સ પણ મોકૂફ રાખવામાં આવી છે. હવે કેટલાક આવા જ સમાચાર પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ વિશે પણ સાંભળવા મળી રહ્યા છે. જો કે, ફિલ્મ મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

સમાચાર છે કે પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ'ને OTT પ્લેટફોર્મ પરથી કરોડો રૂપિયાની ઓફર મળી રહી છે. ફિલ્મ મેકર્સને 400 કરોડ રૂપિયાની ઓફર મળી રહી છે. એક ટ્રેડ એનાલિસ્ટ એ  ટ્વિટર પર જણાવ્યું કે રાધે શ્યામને OTT પર ડાયરેક્ટ રિલીઝ કરવા માટે 400 કરોડની ઓફર કરવામાં આવી છે. પરંતુ આ ઑફર ત્યારે જ લાગુ થશે જ્યારે ફિલ્મ સીધી OTT પ્લેટફોર્મ પર લૉન્ચ થશે. 

ફિલ્મ જગત પર કોરોનાનું ગ્રહણ! શું પ્રભાસની રાધે શ્યામ ફિલ્મની રિલીઝ ડેટ પણ પોસ્ટપોન થશે? મેકર્સે આપ્યો આ જવાબ

તમને જણાવી દઈએ કે પ્રભાસની આ ફિલ્મ એક રોમેન્ટિક ફિલ્મ છે અને પ્રભાસ લગભગ 10 વર્ષ પછી આ જોનરમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મમાં પૂજા હેગડે લીડ રોલમાં છે અને ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણએ કર્યું છે. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હજુ સુધી ફિલ્મને OTT પર રિલીઝ કરવાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. દર્શકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પ્રભાસના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ફિલ્મ મોટા પડદા પર કેવું પ્રદર્શન કરે છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version