News Continuous Bureau | Mumbai
‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ દક્ષિણ સિનેમાના (south industry)મોસ્ટ એલિજિબલ બેચલરની યાદીમાં આવે છે. સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં ઘણી રસપ્રદ ફિલ્મોના કારણે ચર્ચામાં છે. દરમિયાન તેની ફિલ્મ ‘આદિપુરુષ’ની કો-સ્ટાર કૃતિ સેનન કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં(koffee with karan) પહોંચી હતી. જ્યાં એક્ટ્રેસે એક ગેમ રાઉન્ડ દરમિયાન સુપરસ્ટાર પ્રભાસને કોલ કર્યો હતો. કોફી વિથ કરણ 7 ની આ ક્ષણ હાલ ઇન્ટરનેટની દુનિયામાં છવાયેલી છે.
PRABHAS THE ONE AND ONLY #bahubali . @kritisanon called #Prabhas at coffee with karan. @karanjohar was shocked while #KritiSanon said prabhas…
The one and only Bahubali… #Prabhas#PrabhasAdvBdayTrendOnSept3 #BoycottLiger #BoycottbollywoodCompletely pic.twitter.com/0eUnJ4u1Qm
— V V V (@Vattimallavish3) September 1, 2022
વાત એમ છે કે,કોફી વિથ કરણ માં એક સેગ્મેન્ટ એવો છે જ્યાં સેલેબ્રીટી સ્ટાર્સ (celebrity stars)એ એક ગેમ રમવાની હોય છે જે દરમિયાન શો નો હોસ્ટ કરણ જોહર તે સ્ટાર્સ ને કોઈ બીજા સેલેબ્રીટી સ્ટાર્સ ને ફોન(call)કરવાનું કહે છે. આ દરમિયાન, કૃતિ સેનન અને ટાઇગર શ્રોફે તેમના સેલિબ્રિટી મિત્રોને ફોન કર્યો અને કરણ જોહર સાથે વાત કરવાનું કહ્યું, અભિનેત્રી કૃતિ સેનને તરત જ સુપરસ્ટાર પ્રભાસને(Prabhas) ફોન કર્યો. આ પછી ફેન્સની નજર આ સ્ટાર્સની ક્યૂટ વાતચીત (conversation)પર ટકેલી હતી. જે બાદ આ બંને સ્ટાર્સને એકબીજાની વચ્ચે વાત કરતા જોઈને ફેન્સ ખુશીથી ગાંડા થઈ રહ્યા છે.
Can't Wait for #Adipurush #kritisanon #Prabhas pic.twitter.com/JEeKaioleC
— Minakshi (@Minaksh30221029) August 27, 2022
કૃતિ સેનન અને પ્રભાસ વચ્ચેની આ વાતચીતની ક્લિપ સોશિયલ મીડિયા(social media) પર જોરદાર વાયરલ થઈ રહી છે. જે પછી લોકો અભિનેત્રી કૃતિ સેનન અને સુપરસ્ટાર પ્રભાસને ફિલ્મ આદિપુરુષમાં (Adipurush)જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. સુપરસ્ટાર પ્રભાસ ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મમાં પ્રભુ શ્રી રામનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે અભિનેત્રી કૃતિ સેનન સીતા ના રોલમાં જોવા મળશે. આ સુંદર વાતચીતે આ બંનેની ઓન-સ્ક્રીન જોડી માટે ચાહકોને ઉત્સુક બનાવી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : દિશા પટની સાથેના બ્રેકઅપ પછી બોલિવૂડની આ અભિનેત્રી માટે ધડકે છે ટાઈગર શ્રોફ નું દિલ-પુરી દુનિયા સામે વ્યક્ત કરી પોતાની લાગણી
કૃતિ સેનન અને પ્રભાસ હાલમાં સિંગલ(single) છે. બંને સ્ટાર્સ પોતાના કામમાં વ્યસ્ત છે. આ કારણોસર, ચાહકોમાં તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી (on screen chemistry)વિશે ચર્ચા છે. ઘણા ચાહકો છે જેઓ તેમને સાથે જોવા આતુર છે. સાથે જ આ બંને સ્ટાર્સ પણ એકબીજાને ખૂબ પસંદ કરે છે. આ શો ના, રેપિડ ફાયર(rapid fire) દરમિયાન, અભિનેત્રી કૃતિ સેનને ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન અને પ્રભાસ સાથેના ડેટિંગ, ફ્લર્ટિંગ અને લગ્ન સંબંધિત પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે ટાઇગર શ્રોફને ડેટ કરવા માંગે છે, કાર્તિક આર્યન સાથે ફ્લર્ટ કરવા માંગશે. જ્યારે તે પ્રભાસ સાથે લગ્ન કરવા માંગે છે. આ જવાબે તે સમયે મીડિયામાં પણ ભારે હલચલ મચાવી હતી.