Site icon

શું ‘RRR’ પછી, રાજામૌલી પ્રભાસ સાથે બનાવશે ‘બાહુબલી 3’? અભિનેતા એ આપ્યો આ સંકેત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ  2022          

Join Our WhatsApp Community

સોમવાર

સુપરસ્ટાર પ્રભાસ આદિપુરુષ સાથે રાધે શ્યામ ફિલ્મ સાથે ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. આ દિવસોમાં પ્રભાસ તેની આગામી ફિલ્મ રાધેશ્યામનું પ્રમોશન કરી રહ્યો છે. સાઉથના સુપરસ્ટાર બનવાથી લઈને હિન્દી સિનેમાના મોટા સ્ટાર્સમાં ગણના થવા સુધી પ્રભાસને બાહુબલીનો આશરો લેવો પડ્યો.બાહુબલીએ પ્રભાસને હિન્દી સિનેમાનો સૌથી મોટો સ્ટાર બનાવ્યો. પ્રભાસે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે, પરંતુ રાજામૌલીની બાહુબલી દ્વારા કમાયેલા કરોડોનો સ્વાદ પ્રભાસને બીજી કોઈ ફિલ્મ આપી શકી નથી. આવી સ્થિતિમાં પ્રભાસે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો છે કે તે જલ્દી જ બાહુબલી 3ની તૈયારી કરવા જઈ રહ્યો છે.

ફિલ્મ ‘રાધે શ્યામ’ ના પ્રમોશન દરમિયાન પ્રભાસે બાહુબલી 3 વિશે સંકેત આપ્યો હતો . પ્રભાસે એ પણ માહિતી આપી હતી  કે તે એક નવા પ્રોજેક્ટ માટે એસએસ રાજામૌલી સાથે કામ કરવા જઈ રહ્યો છે. પ્રભાસે એમ પણ કહ્યું હતું  કે રાજામૌલી બાહુબલી ફ્રેન્ચાઈઝીને બંધ કરવાની તૈયારીમાં નથી.ત્યારથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જુનિયર એનટીઆર, રામચરણની આરઆરઆર રિલીઝ થયા પછી, દિગ્દર્શક રાજામૌલીનું સંપૂર્ણ ધ્યાન ફક્ત બાહુબલીનાં ત્રીજા ભાગ પર રહેશે. આ દિવસોમાં રાજામૌલી બાહુબલી 3 પર કામ કરી રહ્યા છે.

સંજય લીલા ભણસાલીએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં શા માટે દીપિકા પાદુકોણને ન કરી કાસ્ટ, પોતે કર્યો આ વાત નો ખુલાસો; જાણો વિગત

તમને જણાવી દઈએ કે બાહુબલીનું બજેટ 180 કરોડની નજીક હતી. બીજી તરફ, રાજામૌલીએ બાહુબલી 2 બનાવવા માટે 250 કરોડથી વધુનો ખર્ચ કર્યો અને કમાણી તેનાથી વધુ વધી ગઈ હતી. આવી સ્થિતિમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજામૌલી 350 કરોડથી 400 કરોડના બજેટ સાથે બાહુબલી 3ને સ્ક્રીન પર રજૂ કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, બાહુબલી 3 લાંબો સમય લઈ શકે છે. રાજામૌલી પોતાની ફિલ્મોને વધુ મર્યાદા સાથે પ્લાનિંગમાં તૈયાર કરે છે. આ પહેલા પ્રભાસની રાધે શ્યામ 11 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકા માં છે. 

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version