News Continuous Bureau | Mumbai
Prakash raj: અભિનેતા પ્રકાશ રાજ ફિલ્મો હોય કે રાજનીતિ તે દરેક મામલે ખુલી ને વાત કરે છે. તેથી જ તે ચર્ચા નો વિષય બને છે. હવે ફરી એક વાર અભિનેતા પ્રકાશ રાજ ચર્ચામાં આવ્યો છે. પરંતુ આ વખતે તે તેની ફિલ્મો ને કારણે નહીં પરંતુ મનીલોન્ડરિંગ કેસ ના કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતર માં અભિનેતા ને ઇડી દ્વારા સમન્સ પાઠવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રિચી સ્થિત જ્વેલર્સ જૂથ સામે પોન્ઝી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ અભિનેતા પ્રકાશ રાજને પૂછપરછ માટે બોલાવ્યો છે. .
જાણો સમગ્ર મામલો
EDએ PMLAની જોગવાઈઓ હેઠળ 20 નવેમ્બરે ત્રિચી સ્થિત ભાગીદારી પેઢી પ્રણવ જ્વેલર્સની મિલકતો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ગુનાહિત દસ્તાવેજો, 23.70 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ અને 11.60 કિલોના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર પ્રણવ જ્વેલર્સ કથિત રીતે પોન્ઝી સ્કીમ ચલાવે છે. નાણાકીય ગેરરીતિ માં સામેલ અન્ય લોકો સામે ત્રિચીમાં આર્થિક ગુના વિંગ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે આ યોજના EDના સ્કેનર હેઠળ આવી છે. એવો આરોપ છે કે પ્રણવ જ્વેલર્સે આકર્ષક વળતરનું વચન આપીને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના બહાને લોકો પાસેથી 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.અને તેનો પ્રચાર અભિનેતા પ્રકાશ રાજ જાહેરાત દ્વારા કરતો હતો તેથી ઇડી એ અભિનેતા ને સમન્સ મોકલાવી પુછપરછ માટે બોલાવ્યો છે.
Enforcement Directorate issues summon to actor Prakash Raj in an alleged money laundering case linked to a ponzi scheme.
(file photo) pic.twitter.com/Xkm9vEqADa
— ANI (@ANI) November 23, 2023
પ્રકાશ રાજ ને ઇડી એ પાઠવ્યું સમન્સ
અભિનેતા પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સની જાહેરાત કરે છે. અભિનેતા પ્રણવ જવેલર્સ નો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ નો હિસ્સો છે. આજ કરણ છે કે જવેલર પર દરોડા પડ્યા બાદ ઇડી એ અભિનેતા પ્રકાશ રાજ ને પુછપરછ કરવા સમન્સ મોકલાવ્યું છે.જોકે, પ્રકાશ રાજ આ મામલે કઈ બોલવા તૈયાર નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રકાશ રાજને આવતા અઠવાડિયે ચેન્નાઈમાં ED સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Bhumi pednekar: આ બીમારીની ઝપેટમાં આવી ભૂમિ પેડનેકર, હોસ્પિટલના બેડ પર થી તસવીર શેર કરી લોકોને આપી આવી સલાહ