News Continuous Bureau | Mumbai
Preity zinta: ગદર 2 ની સફળતા બાદ સની દેઓલ પાસે ઘણી ફિલ્મો છે. જેમાં સૌથી વધુ ચર્ચા તેની ફિલ્મ ‘લાહોર 1947’ ની થઇ રહી છે. આ ફિલ્મ આમિર ખાન પ્રોડક્શન હેઠળ બનવા જઈ રહી છે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે, જેમાં સની દેઓલ સિવાય રાજકુમાર સંતોષી અને આમિર ખાન પણ સાથે છે.હવે ફિલ્મ ને લઇ ને એવા સમાચાર આવી રહ્યા છે કે પ્રીતિ ઝિન્ટા આ ફિલ્મ થી મોટા પડદે વાપસી કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Animal: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર એનિમલ, વિવાદો પછી આખરે આ દિવસે સ્ટ્રીમ થશે રણબીર કપૂર ની ફિલ્મ
પ્રીતિ ઝિન્ટા ની મોટા પડદે વાપસી
મીડિયા રિપોર્ટ મુજબ પ્રીતિ ઝિન્ટા ‘લાહોર 1947’ થી મોટા પડદા પર કમબેક કરી શકે છે. તાજેતરમાં પ્રીતિ ઝિન્ટા મુંબઈના સ્ટુડિયોમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ‘પ્રીતિ ઝિન્ટા એ લાહોર 1947’માટે તેનો લુક ટેસ્ટ આપ્યો છે અને એવી શક્યતા છે કે તે સની દેઓલ સાથે આ ફિલ્મમાં કમબેક કરશે.