Site icon

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ

Varanasi Movie Cast Fees: એસ.એસ. રાજામૌલીની મેગા ફિલ્મ ‘વારાણસી’માં પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ લીડ રોલમાં છે. જેના માટે બંને સ્ટાર્સ એ ઘણી ફી પણ લીધી છે તો જાણો કેટલું ચાર્જ કર્યું સ્ટાર્સે

Priyanka Chopra Charges 30 Crore for ‘Varanasi’, Mahesh Babu Opts for Profit-Sharing DealPriyanka Chopra Charges 30 Crore for ‘Varanasi’, Mahesh Babu Opts for Profit-Sharing Deal

Priyanka Chopra Charges 30 Crore for ‘Varanasi’, Mahesh Babu Opts for Profit-Sharing Deal

News Continuous Bureau | Mumbai

Varanasi Movie Cast Fees: બાહુબલી અને RRR જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી  હવે પોતાની નવી ફિલ્મ ‘વારાણસી’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં મહેશ બાબુ લીડ રોલમાં છે, જ્યારે પ્રિયંકા ચોપરા ફીમેલ લીડ તરીકે દેખાશે. રિપોર્ટ મુજબ, પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ માટે 30 કરોડની ફી લીધી છે, જે રાજામૌલી સાથે કામ કરનાર કોઈ પણ એક્ટ્રેસ માટે અત્યાર સુધીની સૌથી મોટી ફી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ઇવેન્ટ માં છવાયો શાહરુખ ખાનનો મસ્તીભર્યો અંદાજ, વર્ષો બાદ આ ગીત પર કર્યો ડાન્સ

પ્રિયંકાની ફી એ તોડ્યા બધા રેકોર્ડ

રિપોર્ટ મુજબ, પ્રિયંકાની ફી અલિયા ભટ્ટ અને અનુષ્કા શેટ્ટી કરતા ઘણી વધારે છે. RRR માટે અલિયાએ 9 કરોડ લીધા હતા, જ્યારે બાહુબલી માટે અનુષ્કાએ 5 કરોડ લીધા હતા. પ્રિયંકાની ફી દીપિકા પાદુકોણ કરતા પણ વધારે છે.મહેશ બાબુએ રાજામૌલી સાથે મળીને નક્કી કર્યું છે કે તેઓ ફી નહીં લે, પરંતુ ફિલ્મની કમાણીમાંથી 40% હિસ્સો  લેશે. આ નિર્ણય ફિલ્મને એક મોટી લેગસી બનાવવા માટે લેવામાં આવ્યો છે. એટલે મહેશ બાબુની સેલેરી ફિલ્મની બોક્સ ઓફિસ કમાણી પર આધારિત રહેશે.


ફિલ્મમાં સાઉથના સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે, પરંતુ તેમની ફી અંગે હજી કોઈ ખુલાસો થયો નથી. ફિલ્મના મેકર્સે સેલેરી અંગે કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન આપ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version