Site icon

પ્રિયંકા ચોપરા ફિલ્મ ‘ફેશન’માં કામ કરવા માંગતી ન હતી, નિર્દેશકે આપી હતી આવી ‘ધમકી’ જેના કારણે અભિનેત્રીએ બદલવો પડ્યો નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડ બાદ હવે પ્રિયંકા ચોપડાએ હોલીવુડમાં પણ પોતાના અભિનયનો કમાલ બતાવી દીધો છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ ભવ્ય દિવાળી પાર્ટીમાં ભાગ લીધો હતો. પ્રિયંકાએ દિવાળીના અવસર પર પતિ નિક જોનાસ સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તેણીએ અગાઉ ઘણી ફિલ્મોને નકારી કાઢી હતી જે પ્રિયંકાની કારકિર્દીમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી.

પ્રિયંકા ચોપરાએ 'આપ કી અદાલત'માં કહ્યું હતું કે, 'મેં પહેલા તો ફેશન માટે વાત નહોતી કરી. મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યાને માત્ર 3-4 વર્ષ થયાં હતાં ત્યારે મધુર ભંડારકરે મને તે ફિલ્મની ઑફર કરી હતી. મને કદાચ મારી જાત પર એટલો વિશ્વાસ નહોતો. આ જ કારણ હતું કે મેં મધુર સરને ફિલ્મ માટે ના પાડી હતી, પરંતુ તેમને મારા પર એટલો વિશ્વાસ હતો કે તેમણે કહ્યું ના, તમારે આ ફિલ્મ કરવી જોઈએ. તેમણે એવી ચીમકી પણ આપી હતી કે જો તું આમ નહીં કરે તો હું આ ફિલ્મ નહીં બનાવું.’ પ્રિયંકાએ આગળ કહ્યું, 'હું તેમની આભારી છું કે તેણે મારા પર આટલો વિશ્વાસ કર્યો. ત્યારપછી જ્યારે ફિલ્મ આવી ત્યારે તમારી સામે છે કે તે કેટલી હિટ રહી અને લોકોએ તેને કેટલો પ્રેમ આપ્યો.

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ની રિલીઝ ડેટ લંબાવવામાં આવી, હવે આ ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે; જાણો વિગત

ફિલ્મોની પસંદગી અંગે પ્રિયંકાએ કહ્યું હતું કે, 'મને એક જ પ્રકારનું કામ કરીને ખૂબ કંટાળો આવે છે. તેથી દર વખતે હું નવી ભૂમિકા કે સ્ક્રિપ્ટ પસંદ કરું છું. આજકાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવો ટ્રેન્ડ છે કે જો તમારે સારી ભૂમિકાઓ જોઈતી હોય તો ઝીરો ફિગર હોવું ખૂબ જરૂરી છે. પણ મને આવા સારા રોલ પણ મળ્યા હતા અને મારું ફિગર ઝીરો પણ નથી. હું હંમેશા કંઈક નવું કરવા ઈચ્છું છું.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version