News Continuous Bureau | Mumbai
Pushpa 2: અલ્લુ અર્જુન ની સુપરહિટ ફિલ્મ પુષ્પા નો બીજો ભાગ પુષ્પા 2 બની રહ્યો છે. આ ફિલ્મ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મુખ્ય ભૂમિકા માં છે. આ ફિલ્મ માંથી અલ્લુ અર્જુન નો ફર્સ્ટ લુક પણ જાહેર થયો હતો જેની સાથે જ ચાહકો નો ઉત્સાહ આ ફિલ્મ ને લઈને બમણો થઇ ગયો છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 માટે બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત ને લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્ર ની બગડી તબિયત,એક ફંક્શન માં ડાન્સ કરતા કરતા થયા ઘાયલ, જાણો હાલ કેવું છે અભિનેતા નું સ્વાસ્થ્ય
પુષ્પા 2 માં થઇ બોલિવૂડ અભિનેતા ની એન્ટ્રી
મીડિયા રિપોર્ટ મુજબ, બોલીવુડ અભિનેતા સંજય દત્ત અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત ની ભૂમિકા દમદાર હશે. સંજય દત્તની એન્ટ્રી ના સમાચાર સામે આવ્યા બાદ ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ની ફિલ્મ ‘પુષ્પા 2’માં સંજય દત્તની એન્ટ્રીને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી.