News Continuous Bureau | Mumbai
Pushpa 2 Allu arjun: પુષ્પા 2 નું પ્રીમિયર તેની રિલીઝ ના એક દિવસ પહેલા હૈદરાબાદ ના સંધ્યા થિયેટર માં યોજાયું હતું. પોતાના ફેવરિટ સ્ટાર અલ્લુ અર્જુન ને જોવા ત્યાં ભીડ એકઠી થઇ હતી આ દરમિયાન ત્યાં નાસભાગ પણ થઇ હતી જેમાં એક મહિલા નું મૃત્યુ થયું હતું અને તે જ મહિલા નો થયો હતો. અલ્લુ અર્જુને નાસભાગ માં જીવ ગુમાવનાર મહિલા ના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા અભિનેતાએ તેના પરિવાર ને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Sunil pal: સુનિલ પાલ ને છોડવા માટે અપહરણકર્તા એ માંગી હતી આટલી રકમ, કોમેડિયન એ જણાવી તેના અપહરણ ની વાર્તા
અલ્લુ અર્જુન મૃતક મહિલા ના પરિવાર ને આપશે આટલા રૂપિયા
અલ્લુ અર્જુન એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે આ સાથે તેને લખ્યું છે કે, “સંધ્યા થિયેટરમાં બનેલી દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. આ અકલ્પનીય મુશ્કેલ સમયમાં હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું. હું તેને આશ્વાસન આપવા માંગુ છું કે તે આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ. તેઓ આ પડકારજનક પ્રવાસમાંથી પસાર થાય છે ત્યારે હું તેમને દરેક સંભવિત સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છું.”
Deeply heartbroken by the tragic incident at Sandhya Theatre. My heartfelt condolences go out to the grieving family during this unimaginably difficult time. I want to assure them they are not alone in this pain and will meet the family personally. While respecting their need for… pic.twitter.com/g3CSQftucz
— Allu Arjun (@alluarjun) December 6, 2024
અલ્લુ અર્જુને વિડીયો માં મૃતક ના પરિવાર ને આશ્વાસન આપતા પરિવારને 25 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.આ ઉપરાંત મૃતક મહિલા ના ઘાયલ દીકરા ની સારવારનો ખર્ચ પણ તે ઉઠાવશે.આ સાથે જ અલ્લુ અર્જુને ‘પુષ્પા 2’ ફિલ્મ જોનારાઓને થિયેટરોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવા વિનંતી કરી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)