News Continuous Bureau | Mumbai
Ram mandir: 22 જાન્યુઆરી એ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહ યોજાવવાનો છે. અયોધ્યા માં આ સમારોહ ને લઈને પૂર જોશ માં તૈયારીઓ ચાલી રહી છે.મીડિયા રિપોર્ટ મુજબ આ ખાસ અવસર પર થિયેટર માલિકો દ્વારા દર્શકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સિનેમાઘરોમાં બતાવવામાં આવશે.તો બીજી તરફ પીવીઆર આઈનોક્સ લિમિટેડે જાહેરાત કરી છે કે તે 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ઐતિહાસિક રામ મંદિરના ઉદ્ઘાટનનું લાઈવ સ્ક્રીનિંગ તેના સિનેમા સ્ક્રીન પર કરશે.
પીવીઆર આઈનોક્સ બતાવશે લાઈવ
પીવીઆર આઈનોક્સ લિમિટેડ એ જાહેરાત કરી છે કે તે 22 જાન્યુઆરી, 2024 ના રોજ તેના સિનેમા સ્ક્રીન પર ઐતિહાસિક રામ મંદિરના અભિષેક સમારોહ દરમિયાન લાઇવ સ્ક્રીનિંગ લાવશે. PVR INOX ભારતના 70+ શહેરોમાં 160+ થિયેટરોમાં આજ તક સાથે આ મહત્વપૂર્ણ ઇવેન્ટનું જીવંત પ્રસારણ કરશે. સમારોહનું લાઈવ સ્ક્રીનીંગ સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી થશે. ટિકિટ પીવીઆર આઈનોક્સ એપ અથવા વેબસાઈટ અને અન્ય પ્લેટફોર્મ દ્વારા બુક કરી શકાય છે. એક એપ પરથી ટિકિટ બુક કરાવતા તમે પોપકોર્ન ફ્રી માં મેળવી શકો છો.
Join us for a momentous occasion! Watch the live screening of the Ayodhya Ram Mandir Inauguration at PVR and INOX on January 22nd, 2024.
Secure your seat for this monumental event and enjoy a complimentary popcorn combo with every ticket. *T&C applies.
Book now:… pic.twitter.com/UQaWTEeFME
— P V R C i n e m a s (@_PVRCinemas) January 19, 2024
પીવીઆર આઇનોક્સ લિમિટેડ ના સહ સીઈઓ ગૌતમ દત્તાએ આ મહત્વપૂર્ણ અવસર પર તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, “આવો ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગ એટલો જ ભવ્ય રીતે અનુભવવાને પાત્ર છે. સિનેમા સ્ક્રીન સામૂહિક ઉજવણીની લાગણીઓને જીવંત કરશે. આ ઉત્સવ સાથે અનોખી રીતે ભક્તોને જોડવામાં સક્ષમ થવું એ અમારા માટે એક લહાવો હશે. અમે આશા રાખીએ છીએ કે અમે મંદિરના ઘંટ, શુભ મંત્રો અને નાદની ગુંજ ભક્તો સુધી પહોંચાડી શકીશું.”
આ સમાચાર પણ વાંચો : Salman khan: સલમાન ખાન ના હાથમાંથી સરકી ‘ઇન્શાઅલ્લાહ’, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં અભિનેતા ના આ મિત્ર એ લીધું ભાઈજાનનું સ્થાન!
