News Continuous Bureau | Mumbai
હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. લિજેન્ડરી સિંગર અને ક્વીન ઓફ રોક ‘એન’ રોલ તરીકે જાણીતી ટીના ટર્નરનું નિધન થયું છે. પોતાના ગીતોથી લોકોને પ્રભાવિત કરનાર ટીના ટર્નરે 83 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરે 24 મેના રોજ સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ નજીક કુસ્નાચમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
ટીના ટર્નર ને હતું કેન્સર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીના ટર્નર લાંબા સમયથી બીમારીથી પીડિત હતી. તેમના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને ઊંડો આંચકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીના ટર્નર કોલોન કેન્સર અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીથી પીડિત હતી. સિંગર ટીના ટર્નરના નિધનથી હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પીટર લિન્ડબર્ગે ટીના ટર્નરના મૃત્યુની પુષ્ટિ કરી. તેણે ટીના ટર્નરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગાયિકાની તસવીર શેર કરીને એક ઈમોશનલ નોટ લખી છે.
View this post on Instagram
ટીના ટર્નર ની કારકિર્દી
ટીના ટર્નરનો જન્મ 26 નવેમ્બર, 1939 ના રોજ અમેરિકામાં થયો હતો. તેણીએ તેની કારકિર્દી 1957 માં શરૂ કરી હતી, પરંતુ તે 1960 માં તેના એક ગીત ‘અ ફૂલ ઇન લવ’ થી ચર્ચામાં આવી હતી. જે બાદ સિંગરે એકથી વધુ હિટ ગીતો આપ્યા. વર્ષ 1980માં તેમનું આલ્બમ ‘પ્રાઇવેટ ડાન્સર’ રિલીઝ થયું હતું. જે મલ્ટી પ્લેટિનમ આલ્બમ સાબિત થયું. જેના માટે ટીના ટર્નરને ‘રેકોર્ડ ઓફ ધ યર’ માટે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.