Radhika Merchant Venice Look| વેનિસમાં રાધિકા મર્ચન્ટનો રોયલ લુક મિન્ટ ગાઉનમાં રાજકુમારી જેવી લાગી અંબાણી પરિવારની નાની વહુ

Radhika Merchant Venice Look| ઈટાલીના આર્ટ એક્ઝિબિશનમાં અંબાણી લેડીઝનો જાદુ; ઈશા અંબાણી વાઈન કલરના ગાઉનમાં તો નીતા અંબાણી ગોલ્ડ સાડીમાં છવાયા.

by Zalak Parikh
Radhika Merchant Venice Look|  વેનિસમાં રાધિકા મર્ચન્ટનો રોયલ લુક મિન્ટ ગાઉનમાં રાજકુમારી જેવી લાગી અંબાણી પરિવારની નાની વહુ

 

News Continuous Bureau | Mumbai

Radhika Merchant Venice Look| અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીએ તાજેતરમાં મેટ ગાલા 2026 માં પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે આખો પરિવાર ઈટાલીના વેનિસમાં આયોજિત ઇન્ટરનેશનલ આર્ટ એક્ઝિબિશન ‘લા બિએનાલે દી વેનેજિયા’ માં ભાગ લેવા પહોંચ્યો છે. નેશનલ પેવેલિયન ઓફ ઈન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે અંબાણી પરિવારની મહિલાઓએ પોતાના ક્લાસી લુકથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મિન્ટ બ્લુ ગાઉનમાં રાધિકાનો ‘બાર્બી લુક’

રાધિકા મર્ચન્ટે આ ઈવેન્ટમાં મિન્ટ બ્લુ કલરનું વન શોલ્ડર Givenchy ગાઉન પહેર્યું હતું. તેના આ લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ગાઉનની ડ્રેપિંગ અને કમર પરની ફ્લોઈ ડિઝાઈન તેના લુકને વધુ સ્ટાઇલિશ બનાવતી હતી. ગાઉનની નેકલાઇન પર ચમકતા ક્રિસ્ટલ્સ તેને ગ્લેમરસ ટચ આપી રહ્યા હતા. રાધિકાએ હાઈ પોની ટેલ, મિનિમલ મેકઅપ અને ડાયમંડ જ્વેલરી સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો.

વાઈન કલરના ગાઉનમાં ઈશા અંબાણીનો અંદાજ

ઈવેન્ટમાં ઈશા અંબાણી પણ અત્યંત આકર્ષક લુકમાં જોવા મળી હતી. તેણે શનેલ (Chanel) નું એક ખાસ સાડી-ગાઉન પહેર્યું હતું, જે તેમના ૧૯૮૯ના કલેક્શનનું કસ્ટમ રિક્રિએશન હતું. વાઈન કલરના આ આઉટફિટમાં ઈશા ખૂબ જ સ્ટાઇલિશ લાગતી હતી. તેની સાથે પતિ આનંદ પિરામલ પણ જોવા મળ્યા હતા, જેઓ ઈશા સાથે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા.

અંબાણી પરિવારે સ્ટેજ પર ફ્લોન્ટ કરી ભારતીય પરંપરા

નીતા અંબાણીએ આ વિદેશી મંચ પર ગોલ્ડ ટિશ્યુ સાડી પહેરીને ભારતીય પરંપરાને ગૌરવ સાથે રજૂ કરી હતી. ઈવેન્ટના વાયરલ થયેલા વીડિયોમાં નીતા અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, ઈશા અંબાણી અને આનંદ પિરામલ સાથે જોવા મળ્યા હતા. અનંત અંબાણીએ ક્લાસિક બ્લેક સૂટ અને ખાસ લેપલ પિન સાથે સ્ટાઇલિશ અંદાજ બતાવ્યો હતો. આ કાર્યક્રમે આર્ટની સાથે સાથે ફેશન જગતમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

👉 આ સમાચાર વાચો:
Disha Patani Hollywood Debut|દિશા પટનીનું હોલીવુડમાં ધમાકેદાર ડેબ્યૂ! ‘હોલિગાર્ડ્સ સાગા’ માટે સાઇન કરી મોટી ફિલ્મ; ફેન્સમાં ભારે ઉત્સાહ

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More