શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’થી બૉલીવુડમાં ડેબ્યુ કરનાર પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
માહિરાએ આ અંગેની પોસ્ટ શૅર કરી, માહિરાએ કહ્યું કે અત્યારે સારું નથી પરંતુ આશા છે કે તે જલદીથી ઠીક થઈ જશે.
માહિરાની પોસ્ટ પર ચાહકો તથા બોલિવૂડ તથા પાકિસ્તાની સેલેબ્સે જલદીથી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી.