ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરી ખાનને ગયા મહિને પત્ર લખીને દિલગીરી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. 3 ઓક્ટોબરના આર્યન ખાનની મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં ધરપકડ થઈ હતી અને 14 ઓક્ટોબરના રાહુલ ગાંધીએ આ પત્ર લખ્યો હતો.
પત્રમાં રાહુલ ગાંધીએ શાહરૂખ અને ગૌરીને સાત્વંન આપ્યું હતું. તેમ જ દીકરાની ધરપકડને પગલે તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તે માટે દીલગીરી પણ વ્યક્ત કરી હતી. કોઈ પણ બાળક પર આવી પરિસ્થિતનો સામનો કરવાની નોબત ન આવે તેવો ખંત પણ તેમણે વ્યક્ત કર્યો હોવાનું કહેવાય છે.
હેં! દીકરાને બચાવવા માટે શાહરૂખ ખાને પૈસાથી માંડવલી કરી હોવાનો આ શખ્સે કર્યો દાવો ; જાણો વિગત
રાહુલ ગાંધીએ પત્રમાં શાહરૂખ ખાન માટે લખ્યું હતુ કે, ‘લોકો માટે તેમને સારા કામ કરતા જોયા છે. તેથી તમારા સારા કામ માટે તમને જરૂરથી આર્શીવાદ મળશે. બહુ જલદી આર્યન ખાનનો જેલમાથી છુટકારો થાય અને તેઓ ફરી એક સાથે થાય’ એવી પ્રાર્થના પણ રાહુલ ગાંધીએ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે લાંબી મથામણ બાદ કોર્ટે આર્યન ખાનને જામીન આપ્યા છે.