Site icon

Rajan shahi on Rupali ganguly: રૂપાલી ના સપોર્ટ માં આવ્યા રાજન શાહી, અનુપમા અને તેની સાવકી દીકરી ના વિવાદ ની વચ્ચે કહી આવી વાત

Rajan shahi on Rupali ganguly: રૂપાલી તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે.હવે અનુપમા ના પ્રોડ્યુસર રાજન શાહી રૂપાલી માં સપોર્ટ માં આવ્યા છે તેમને એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમને રૂપાલી ગાંગુલી વિશે વાત કરી છે.

rajan shahi posted amid controversy between rupali and step daughter

rajan shahi posted amid controversy between rupali and step daughter

News Continuous Bureau | Mumbai

Rajan shahi on Rupali ganguly: રૂપાલી તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે.રૂપાલી રાજન શાહી ની સિરિયલ અનુપમા થી ઘર ઘર માં લોકપ્રિય થઇ હતી. રૂપાલી પર તેની સાવકી દીકરી ઈશા વર્માએ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. ઈશાએ રૂપાલી ને ઘર તોડવાવાળી નું બિરુદ આપ્યું છે. હવે લાગે છે કે અનુપમાના નિર્માતા રાજન શાહી રૂપાલી ના સપોર્ટ માં આવ્યા છે. તેમને એક લાંબી પોસ્ટ કરી છે. જેમાં તેમને રૂપાલી વિશે વાત કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rupali ganguly: લીગલ નોટિસ મળ્યા બાદ ગભરાઈ ઈશા વર્મા, રૂપાલી ની સાવકી દીકરી એ કર્યું આ કામ

રાજન શાહી ની પોસ્ટ 

રાજન શાહી એ તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમનો રૂપાલી સાથે નો ફોટો શેર કરતા લખ્યું, ‘રૂપાલી તમારી મહેનત, સમર્પણ, પ્રમાણિકતા, નિષ્ઠા અને નમ્રતાથી DKP/શાહી પ્રોડક્શન્સને પ્રેરણા આપે છે. અનુપમા તમે ઈતિહાસ રચ્યો છે. બહુ ઓછા લોકો બેન્ચમાર્ક અને માઇલસ્ટોન સુધી પહોંચવામાં અથવા બનાવવા માટે સક્ષમ છે. અમે પડદા પાછળની બધી મહેનત જોઈ છે જેનો તમારે હસીને સામનો કરવો પડે છે. અભિનેત્રી તરીકે તમારી નમ્રતા અનુપમાની ટીમમાં અમારા બધા માટે પ્રેરણાદાયી છે. હંમેશની જેમ, સ્મિત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો કારણ કે તમારી દૈનિક મહેનત એ દરેક વસ્તુનો જવાબ છે. અમને તમારા પર ગર્વ છે અને હંમેશા તમારી સાથે છીએ. થુ થુ થુ.’


 

રાજન શાહીની આ પોસ્ટ પર રૂપાલી ગાંગુલીએ પણ પ્રતિક્રિયા આપી છે.રૂપાલી એ આ પોસ્ટ ના જવાબ માં લખ્યું,  ‘આ તે વ્યક્તિ તરફથી આવ્યું છે જેણે મને અનુપમા તરીકે ઊભી કરી. તે મારા માટે ઘણો અર્થ છે. મારા ગુરુ, મારા DKP પરિવાર, મારા જીવનમાં તમને મળીને હું ધન્ય છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version