Rajat Bedi: વેરા બેદીની બોલિવૂડ ની આ અભિનેત્રીઓ સાથે તુલના થતાં રજત બેદી થયો પરેશાન, લોકો ને કરી વિનંતી

Rajat Bedi: ધ બેડસ ઓફ બોલિવૂડ' ના પ્રીમિયર બાદ વેરા ની તસવીરો વાયરલ થઇ હતી, રજત બેદીએ કહ્યું – “મારી દીકરી માત્ર 18 વર્ષની છે, કૃપા કરીને તુલના ન કરો”

by Zalak Parikh
Rajat Bedi Reacts to Daughter Vera Being Compared to Kareena and Aishwarya

News Continuous Bureau | Mumbai

Rajat Bedi: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન દ્વારા ડિરેક્ટ કરાયેલી વેબ સિરીઝ ધ બેડસ ઓફ બોલિવૂડ’ ના પ્રીમિયર દરમિયાન એક્ટર રજત બેદી પોતાની પુત્રી વેરા સાથે જોવા મળ્યા. રેડ કાર્પેટ પર વેરાની હાજરીએ મીડિયા અને ચાહકોનું ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર વેરાની સુંદરતા અને સ્ટાઈલની તુલના કરીના કપૂર  અને ઐશ્વર્યા રાય સાથે કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Agastya Nanda Ikkis: અગસ્ત્ય નંદાની ‘ઇક્કીસ’નો ફર્સ્ટ લુક આવ્યો સામે, બહેન નવ્યા ઉપરાંત આ લેડી ના રિએક્શન ની થઇ રહી છે ચર્ચા

રજત બેદીનો નમ્ર પ્રતિસાદ

એક ઇન્ટરવ્યુમાં રજત બેદીએ કહ્યું, “મારી દીકરી ખૂબ સીધી-સાદી છે. હું બધા ચાહકોને વિનંતી કરું છું કે કૃપા કરીને વેરાની તુલના કરીના અથવા ઐશ્વર્યા સાથે ન કરો. તેઓ બંને ઇન્ડસ્ટ્રીની મહાન પર્સનાલિટી છે.” તેમણે હાથ જોડીને આ વાત કહી અને ચાહકોના પ્રેમ માટે આભાર માન્યો.રજત બેદીએ વધુમાં જણાવ્યું કે વેરા માત્ર 18 વર્ષની છે અને હાલમાં અભ્યાસમાં વ્યસ્ત છે. “તેને ખબર પણ નથી કે સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે. તે માત્ર પપ્પા સાથે પ્રીમિયર પર ગઈ હતી,” એમ તેમણે ઉમેર્યું.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


ધ બેડસ ઓફ બોલિવૂડ વેબ સિરીઝમાં રજત બેદી લાંબા સમય પછી સ્ક્રીન પર પાછા ફર્યા છે. આર્યન ખાનના ડિરેક્ટોરિયલ ડેબ્યુ સાથે આ શો Netflix પર સ્ટ્રીમ થઈ રહ્યો છે અને તેમાં અનેક જાણીતા ચહેરાઓ જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More