News Continuous Bureau | Mumbai
Rajeev Khandelwal: ટીવી અને ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અભિનેતા રાજીવ ખંડેલવાલે પોતાના કરિયરને લઈને એક મોટું અપડેટ શેર કર્યું છે. રાજીવે કોઈ નવી ફિલ્મ કે શો વિશે નહીં, પરંતુ પોતાના જીવનની એક નવી યાત્રા વિશે જાણકારી આપી છે. રાજીવે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તેણે હવે વકાલાત શરૂ કરી દીધી છે. રાજીવના જણાવ્યા અનુસાર, તેને શરૂઆતથી જ આ ક્ષેત્રમાં ખૂબ જ રસ હતો.
આ સમાચાર પણ વાંચો : Anupamaa Spoiler Alert: અનુજ કપડિયાની એન્ટ્રીથી શોમાં આવશે નવો વળાંક, બિલ્ડરના કાવતરા સામે અનુપમાનો ‘કૃષ્ણ નીતિ’ પ્લાન
રાજીવ ખંડેલવાલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
રાજીવે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરતા લખ્યું છે, “અને હવે એક નવી શરૂઆત! કંઈક એવું કરી રહ્યો છું જે હું હંમેશાથી કરવા માંગતો હતો.” આ પોસ્ટમાં તેણે કાયદાકીય ફેરફારનો ઉલ્લેખ કરતા પૂછ્યું કે, “શું તમને ખબર છે કે IPC (ઈન્ડિયન પીનલ કોડ) હવે BNS (ભારતીય ન્યાય સંહિતા) થઈ ગયો છે?” જોકે, રાજીવે એ સ્પષ્ટ કર્યું નથી કે તે એક્ટિંગ સંપૂર્ણપણે છોડી રહ્યો છે કે વકાલાતની સાથે ચાલુ રાખશે.

રાજીવ ખંડેલવાલે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનય ક્ષેત્રે તેને પહેલો બ્રેક ‘ક્યા હાદસા ક્યા હકીકત’ સિરિયલમાં વિલન તરીકે મળ્યો હતો. પરંતુ તેને સાચી ઓળખ એકતા કપૂરની સુપરહિટ સિરિયલ ‘કહીં તો હોગા’ થી મળી હતી. આ શોમાં તેના ‘સુજલ’ ના પાત્ર અને આમના શરીફ સાથેની તેની કેમેસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. આજે પણ તે પાત્ર ચાહકોમાં એટલું જ લોકપ્રિય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)