Site icon

થલાઇવા રજનીકાંતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

25 ડિસેમ્બર 2020

70 વર્ષના રજનીકાંતને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ શુક્રવારે સવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભૂતકાળમાં, રજનીકાંતની ફિલ્મ અન્નાથેના સેટ પર ક્રૂના સાત સભ્યોને કોવિડ 19 થી ચેપ લાગ્યો હતો. રજનીકાંતનું પણ કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે નેગેટિવ આવ્યું હતું. પરંતુ ઘણાં સમયથી તેમનું બ્લડ પ્રેશર વધઘટ કરતું હતું. હાઈ બ્લડ પ્રેશર અને થાકને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

એપોલો હોસ્પિટલે રજનીકાંતની તબિયત વિશે માહિતી આપતા એક નિવેદન બહાર પાડ્યું છે. હોસ્પિટલે કહ્યું કે તેમનામાં કોવિડ 19 ના લક્ષણો નથી. પરંતુ જ્યાં સુધી તેમનું બ્લડ પ્રેશર સામાન્ય નહીં આવે ત્યાં સુધી તે ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે. સ્થિતિ સુધરતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. રજનીકાંતની તબિયત વિશે ચાહકોને જાણ થતાં જ તેમના માટે ઠેર ઠેર પ્રાર્થના કરી રહયાં છે.

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version