ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
બૉલિવુડના પ્રતિભાશાળી ઍક્ટર્સમાંથી એક રાજપાલ યાદવે કરિયરનાં 22 વર્ષ પછી પોતાનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. રાજપાલ યાદવે પોતાના નામને બદલવા પાછળ કેટલાંક કારણો જણાવ્યાં છે.
રાજપાલે વર્ષ 1999માં 'દિલ ક્યા કરે'થી બૉલિવુડમાં પોતાની કરિયર શરૂ કરી હતી. હવે તેણે પોતાનું નામ બદલી નાખ્યું છે અને નવા નામમાં પોતાના પિતાનું નામ પણ સામેલ કર્યું છે. રાજપાલ યાદવ હવે રાજપાલ નૌરંગ યાદવના નામથી ઓળખાશે. 50 વર્ષની ઉંમરે પોતાનું નામ બદલવાની જરૂર કેમ પડી? એ સવાલના જવાબમાં રાજપાલે કહ્યું કે, 'તેનું કોઈ ખાસ કારણ નથી. મારા પિતાનું નામ હંમેશાંથી મારા પાસપૉર્ટમાં રહ્યું છે. બસ એટલે. હવે તે સ્ક્રીન પર પણ નજર આવશે. અપૂર્વા વ્યાસે એક ફિલ્મ અને એક વેબ સિરીઝ ઑફર કરી અને મને લાગ્યું કે કોવિડ પહેલાં હું માત્ર રાજપાલ યાદવ હતો, હવે આખી દુનિયા એક નાના ગામમાં ફેરવાઈ ગઈ છે, તો હું પણ મારા આખા નામનો ઉપયોગ કરી લઉં.'
કંગનાએ આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાના બહાને મુસ્લિમ કૉમ્યુનિટી પર ઉઠાવ્યા આ સવાલ; જાણો વિગત
તેણે જણાવ્યું કે તેની આ વાતો આવનારી ફિલ્મ 'ફાધર ઑન સેલ' સાથે મળતી આવે છે, જેમાં તે પોતે જોવા મળશે. તેણે એમ પણ કહ્યું કે કોઈએ મારા પિતાનું નામ એટલી વખત નહીં લીધું હોય, જેટલું છેલ્લા કેટલાક દિવસોમાં લેવાયું છે.