News Continuous Bureau | Mumbai
જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન(Standup comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Srivastav) હાલ દિલ્હીની એઈમ્સ(AIIMS Delhi) હોસ્પિટલમાં વેન્ટિલેટર(Ventilator) પર છે.
દરમિયાન રાજુ શ્રીવાસ્તવના મોતની અફવા(death rumour) ઉડી છે અને લોકો સોશિયલ મીડિયા(Social media) પર તેમને શ્રદ્ધાંજલિ(Tribute) આપી રહ્યા છે.
આ બધું વધી જતાં પરિવારે અફવાઓનું ખંડન કરતા કહ્યું કે રાજુ શ્રીવાસ્તવજીની હાલત સ્થિર છે.
અફવા પર ધ્યાન ના આપો. તેમના સારા સ્વાસ્થ્ય(Good health) માટે પ્રાર્થના કરતા રહો.
ઉલ્લેખનીય છે કે રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટે દિલ્હીના એક જિમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યા હતા ત્યારે જ છાતીમાં દુઃખાવો થયો હતો. જે બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.
આ પછી તેમને તાત્કાલિત દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : દેસી ગર્લ પ્રિયંકાએ બતાવ્યો દીકરી માલતીનો ચહેરો- કહો કોના જેવી લાગે છે- જુઓ ફોટોગ્રાફ્સ