Site icon

સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર 

News Continuous Bureau | Mumbai

જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન(Standup comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Srivastav)ને બુધવારે જિમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ અટેક(heart attack) આવ્યો હતો. જે બાદ તેમને તરત જ દિલ્હી(Delhi)ની એઈમ્સ (AIIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી ફેન્સ રાજુ શ્રીવાસ્તવ જલ્દી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્યની અપડેટ વિશે જાણવા માટે ઉત્સુક છે.

Join Our WhatsApp Community

આ વચ્ચે ખબર આવી રહી છે કે, રાજુ શ્રીવાસ્તવની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને તેમને વેન્ટિલેટર(Ventilator) પર રાખવામાં આવ્યા છે. હાલ તેમની એઈમ્સના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ(Cardiology Department)માં તેમની સારવાર ચાલી રહી છે અને ડોક્ટર્સની એક ટીમ સતત તેમના પર નજર રાખી રહી છે.

 આ સમાચાર પણ વાંચો : કૌન બનેગા કરોડપતિ રિયાલિટી શોના નિયમોમાં થયા ફેરફાર- હવે વિનર્સને મળશે પ્રાઈઝ મની સાથે કાર- તો આ લાઈફલાઈન હટાવાઈ

દિલ્હી(Delhi)ની એક હોટેલમાં રોકાયેલા રાજુ શ્રીવાસ્તવ બુધવારના રોજ જ્યારે વર્ક આઉટ કરી રહ્યા હતા તે સમયે તેમની છાતીમાં ભારે દુખાવો ઉપડ્યો હતો અને આ ઘટના બની હતી. 

ઉલ્લેખનીય છે કે રાજુ શ્રીવાસ્તવે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શો, શક્તિમાન જેવા અનેક ટીવી શો ઉપરાંત અનેક હિન્દી ફિલ્મો(hindi films)માં પણ કામ ચુક્યા છે. પોતાના અભિનય દ્વારા દર્શકોનું દિલ જીતનારા રાજુ શ્રીવાસ્તવ ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા પણ છે અને તે પહેલા તેઓ સમાજવાદી પાર્ટી(SP)માં પણ રહી ચુક્યા છે. 

 

Saba Azad: ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં હોવા છતાં સબા આઝાદ એ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કરી એવી વાત કે અભિનેતા ને લાગી શકે છે ઝટકો
Abhishek Bachchan: માતા કે પિતા? કોની સાથે શોપિંગ કરવા જવું પસંદ કરે છે અભિષેક બચ્ચન, જુનિયર બી નો મજેદાર જવાબ થયો વાયરલ
‘The Bengal Files’ : ધ બંગાળ ફાઇલ્સ ને પશ્ચિમ બંગાળ માં રિલીઝ થાય તે માટે IMPPAએ નરેન્દ્ર મોદી ને લખી ચિઠ્ઠી, વડાપ્રધાન ને કરી આવી વિનંતી
Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટ નો દરવાજો, આ મામલે કોર્ટ પહોંચી અભિનેત્રી
Exit mobile version