Rakesh Roshan: પિંકી રોશન બાદ હવે રાકેશ રોશને પણ વોર 2 ના ગીત પર લગાવ્યા ઠુમકા, ઋતિક ના પિતા નો વિડીયો થયો વાયરલ

Rakesh Roshan: 75 વર્ષની ઉંમરે રાકેશ રોશન એ ફિલ્મ વોર 2 ના ગીત પર ડાન્સ કર્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
Rakesh Roshan Dances to War 2 Song at 75, Video Goes Viral

News Continuous Bureau | Mumbai

Rakesh Roshan: ફિલ્મ નિર્માતા અને અભિનેતા રાકેશ રોશન (Rakesh Roshan) 75 વર્ષની ઉંમરે પણ યુવાનોને ટક્કર આપે તેવો ડાન્સ કરતા જોવા મળ્યા. તેમના પુત્ર ઋતિક રોશન (Hrithik Roshan)ની આગામી ફિલ્મ ‘વોર 2’ (War 2)ના ગીત ‘આવાં જાવાં’ પર રાકેશ રોશનનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા જ તેમની પત્ની પિંકી રોશન પણ આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Kumkum Bhagya: 11 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે ‘કુમકુમ ભાગ્ય’, જાણો ચેનલ એ લીધો કેમ આ નિર્ણય

એન્જિયોપ્લાસ્ટી બાદ પણ ડાન્સ: રાકેશ રોશનનો જુસ્સો

હાલમાં રાકેશ રોશનની ગળાની એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ હતી અને તેઓ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. છતાં, પિંક શર્ટ અને બ્લેક કેપમાં તેઓ ડાન્સ ગ્રુપ સાથે ઊભા રહીને ‘આવાં જાવાં’ ગીત પર ઋતિક જેવા ડાન્સ મૂવ્સ (Moves) કરતા જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by tahirJasus 007 (@tahirjasus2)


વિડિયો વાયરલ થતાં જ યુઝર્સે ‘Swag’, ‘Vibe’ જેવા કોમેન્ટ કર્યા. ઘણા લોકોએ તેમને ‘Proud Father’ ગણાવ્યા અને તેમના જુસ્સાને સલામ કરી. હાર્ટ ઇમોજી અને પ્રશંસાત્મક પ્રતિસાદ થી સોશિયલ મીડિયા પર રાકેશ રોશન છવાઈ ગયા.

Join Our WhatsApp Community

You may also like