Site icon

Rakesh Roshan: ‘ક્રિશ’ના માસ્કને બનાવવામાં લાગ્યા 6 મહિના, રાકેશ રોશનનો ખુલાસો – જાણો શું છે તે માસ્ક ની ખાસિયત

Rakesh Roshan: ‘ક્રિશ’ 4 થી ઋતિક ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે તેવામાં રાકેશ રોશને ખુલાસો કર્યો કે આ ફિલ્મ ના માસ્ક ને બનાવવામાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો.

Rakesh Roshan Reveals It Took Six Months to Design Hrithik’s Krrish Mask, Announces Krrish 4

Rakesh Roshan Reveals It Took Six Months to Design Hrithik’s Krrish Mask, Announces Krrish 4

News Continuous Bureau | Mumbai

Rakesh Roshan: બોલીવૂડના દિગ્ગજ નિર્માતા રાકેશ રોશન એ ‘ક્રિશ’ ફિલ્મના માસ્ક પાછળની મહેનત અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ઋતિક રોશન માટે આ માસ્ક ડિઝાઇન કરવામાં છ મહિના લાગ્યા હતા. માસ્ક મીણ થી બનેલો હતો, જે 3-4 કલાકમાં પીગળી  જતો હતો. તેથી શૂટિંગ બાદ તેને 24 કલાક એસી ચાલતી બસમાં રાખવો પડતો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama Twist: અનુપમામાં થવા જઈ રહી છે આ જુના કલાકાર ની રી એન્ટ્રી!અનુપમા ને આપશે સાથ, શોમાં આવશે મોટો ટ્વિસ્ટ

માસ્ક અને આઉટફિટ ડિઝાઇનમાં લાગ્યો સમય

ફરાહ ખાન સાથેના એક મુલાકાત દરમિયાન રાકેશ રોશનએ જણાવ્યું કે માસ્ક અને બ્લેક આઉટફિટ ડિઝાઇન કરવા માટે 6 મહિના લાગ્યા. “અમે ઋતિક પર કયો માસ્ક વધુ સારું લાગશે એ શોધી રહ્યા હતા. આઉટફિટ પણ ખૂબ જ ભારે હતો,” તેમણે ઉમેર્યું. માસ્ક વિશે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું, ‘માસ્ક મીણનો બનેલો હતો. ઋતિક આ માસ્ક ત્રણ-ચાર કલાક પહેરતો હતો. મીણ ઓગળી જતું. તેથી તેને કાઢીને નવું મૂકવું પડતું. તેથી મારી પાસે એક એસી બસ હતી, જેમાં એસી 24 કલાક ચાલતું હતું. જ્યારે ઋતિક માસ્ક કાઢી નાખતો હતો, ત્યારે તેને ઘણું સહન કરવું પડતું હતું.’


‘ક્રિશ’ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી અને તે ‘કોઈ… મિલ ગયા’ ની સીક્વલ હતી. ‘‘ક્રિશ 3’ 2013માં આવી હતી. હવે ‘ક્રિશ4’ની જાહેરાત થઈ ગઈ છે, જે 2026ની શરૂઆતમાં શૂટ થવાની છે. આ ફિલ્મમાં ઋતિક રોશન એક્ટર અને ડિરેક્ટર બંને તરીકે જોવા મળશે. ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સ અને રાકેશ રોશનના સહયોગથી થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dharmendra Prayer Meet: પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા શાહરુખ-સલમાન પહોંચ્યા, આ બોલીવૂડના સ્ટાર્સે પણ આપી શ્રદ્ધાંજલિ
Laalo-Krishna Sada Sahaayate: બમ્પર કમાણી: ‘લાલો-કૃષ્ણા સદા સહાયતે’એ ૫૦ લાખના બજેટ સામે અધધ આટલા ટકા નો નફો કરીને બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો.
Kajol-Twinkle: કાજોલ અને ટ્વિંકલ ખન્નાની ‘લગ્ન-ચીટિંગ’ પરની કમેન્ટથી હોબાળો,બંને એ આપી સ્પષ્ટતા
TRP Report Week 46: કયુંકી સાસ ભી કભી બહુ થી ને પછાડી આગળ નીકળી અનુપમા, જાણો ટોપ 5 શોઝની લિસ્ટ
Exit mobile version