News Continuous Bureau | Mumbai
રાખી સાવંત તેના બોલ્ડ અને બિન્દાસ સ્ટાઈલ માટે જાણીતી છે. રાખી કંઈ પણ કરતા પહેલા બહુ વિચારતી નથી. આ દિવસોમાં રાખી સાવંત ફરી એકવાર તેના પતિને લઈને ચર્ચામાં આવી છે. અચાનક લગ્નના સમાચાર, પછી મારપીટનો મામલો અને તે પછી પતિ જેલ પહોંચ્યો તેવા સમાચાર સામે આવ્યા. હવે રાખીનો પતિ આદિલ દુરાની જેલમાંથી છૂટી ગયો છે અને બહાર આવતાની સાથે જ તેણે રાખી સાવંત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો વચ્ચે રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી પણ તેની સામે આવી છે અને તેણે રાખી સામે મોટું એક્શન લીધું છે.તેની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી એ તેની સામે એફઆઈઆર નોંધાવી છે.
રાજશ્રી એ રાખી ની ખોલી પોલ
રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ માનવામાં આવતી રાજશ્રી મોરેએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેણે એક્ટ્રેસ વિશે ઘણા મોટા નિવેદન આપ્યા હતા. રાજશ્રીએ મીડિયા સામે કહ્યું, “રાખી મને કોઈ પણ રીતે આર્થિક મદદ નથી કરતી. તેના બદલે હું તેની મદદ કરું છું, મેં રાખીની ખૂબ મદદ કરી છે, કારનું પેટ્રોલ, ડ્રાઈવર, ટિફિન, ડિનર, મારી કાર. મારા કપડાં. મારા પગરખાં અને ચપ્પલ પણ.” તેણે આગળ કહ્યું, “જો હું એક સરસ પર્સ લઈને બહાર જાઉં અને રાખી મેડમ તેને જુએ તો તે મારી પાસેથી મારું પર્સ લઈ લે છે. હવે મને લાગે છે કે રાખી સાવંતને મારી કિડની સિવાય બધું જ મળી ગયું છે.” રાજશ્રી એ રાખી પર ઘણા વધુ આરોપો લગાવ્યા.
View this post on Instagram
રાજશ્રી નું નિવેદન સાંભળી રાખી થઇ ગઈ દુઃખી
FIR વિશે વાત કરતા રાખી એ પાપારાઝી ને કહ્યું, ‘હું તને હંમેશા પ્રેમ કરીશ રાજશ્રી. આ સાંભળીને મને આઘાત લાગ્યો છે. મારા સૌથી ખરાબ સમયમાં તે મારી સાથે રહી. તેના ખરાબ સમયમાં પણ હું તેની સાથે ઉભી રહી. તે હંમેશા મારી મિત્ર રહેશે. હું આશ્ચર્યચકીત થઇ ગઈ મને ખબર નથી કે મારા જીવનમાં શું ખોટું થઈ રહ્યું છે.આ વિશે વાત કરતાં રાજશ્રીએ દાવો કર્યો હતો કે રાખીએ જેલમાંથી છૂટતાં જ તેના પતિ આદિલ દુરાનીને ધમકી આપી હતી. ઉપરાંત, રાજશ્રીએ કહ્યું કે તેની પાસે ઘણું બધું કહેવાનું છે, જે તે મીડિયા સાથે શેર કરશે. હાલમાં રાજશ્રીનું કહેવું છે કે તેણે ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને FIR નોંધાવી છે.
આ સમાચાર પણ વાંચો : rakhi sawant: રાખી સાવંતે આદિલ ખાનના આરોપોનો આપ્યો સણસણતો જવાબ, આદિલ ના મુસ્લિમ હોવા ને લઇ ને કહી આ વાત