News Continuous Bureau | Mumbai
Rakhi sawant: ડ્રામા ક્વીન રાખી સાવંત તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઇ ને ચર્ચામાં રહે છે.હાલમાં રાખી સાવંત અને તેના પતિ આદિલ ખાન દુર્રાની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા રાખી સાવંતે મીડિયા સામે રિતિક રોશન ની ગર્લફ્રેન્ડ સબા આઝાદ ની નકલ કરી હતી,તે પહેલા રાખી એ મલાઈકા અરોરા ની ચાલ ની પણ નકલ કરી હતી. હવે રાખી સાવંત ફરી તેના બોલ્ડ અવતાર માં પાછી આવી છે. હાલમાંજ રાખી સાવંત રિવિલિંગ કપડાં પહેરી ને અભિનેત્રી મલાઈકા ની નકલ કરતી જોવા મળી હતી.
રાખી સાવંત નો વિડીયો
હાલમાં જ રાખી સાવંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં રાખી લીલા કલર ના રીવીલઈગ ડ્રેસ માં તેની બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળે છે. અને ત્યારબાદ તે મલાઈકા નું નામ લઇ ને તેની નકલ પણ કરે છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો રાખી ને ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરીને પૂછ્યું, ‘હિજાબ ક્યાં છે?’ કોઈએ તેને ‘ગરીબની રાણી’ કહી છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘તમે ઉમરાહ પર કેમ ગયા? અલ્લાહે તમને પોતાના ઘરે બોલાવ્યા જેથી તમે તમારા પાપો નો પસ્તાવો કરી શકો પરંતુ તમે પાગલ છો, તમારે માનસિક આશ્રયમાં રહેવું જોઈએ મીડિયાની સામે નહીં.’
આ સમાચાર પણ વાંચો: Urfi javed: ઉર્ફી જાવેદે ફરી તેના કપડાં સાથે કર્યો પ્રયોગ, આ વસ્તુ થી ઢાંક્યું પોતાનું શરીર, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે