News Continuous Bureau | Mumbai
Shahrukh khan: શાહરુખ ખાન 2023 નું વર્ષ લકી સાબિત થયું છે. કિંગ ખાન ની બન્ને ફિલ્મ પઠાણ અને જવાન એ બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે ચાહકો શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષ ના ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ માં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ પણ મુખ્ય ભૂમિકામાં હશે. શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાની ગઈ કાલે રાત્રે મુંબઈમાં એક ખાનગી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પાર્ટીમાં સાથે જોવા મળ્યા શાહરુખ ખાન અને રાજકુમાર હીરાની
તાજેતરમાં જ શાહરુખ ખાન તેની ફિલ્મ ડંકી ના નિર્દેશક રાજકુમાર હીરાની સાથે એક પાર્ટી માં જોવા મળ્યો હતો આ પાર્ટી માં શાહરુખ ખાને જેટ બ્લેક બ્લેઝર પહેર્યું હતું જેની સાથે તેને મેચિંગ ફોર્મલ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. કિંગ ખાને શોર્ટ પોનીટેલ અને બ્લેક શૂઝની જોડી સાથે તેની સિગ્નેચર હેરસ્ટાઈલથી તેનો લુક પૂર્ણ કર્યો હતો. બીજી તરફ રાજકુમાર હીરાની એ મરૂન રંગનું સ્લીવલેસ જેકેટ સાથે સફેદ શર્ટ પહેર્યું હતું. શાહરૂખ ખાનની લક્ઝુરિયસ રોલ્સ રોયસ કુલીનનમાંથી જેવા જ બંને બહાર આવ્યા કે લોકો શાહરૂખ ખાનના નામથી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. પાર્ટીમાં બંનેનો સ્ટનિંગ લુક ચર્ચામાં રહ્યો હતો.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે રાજકુમાર હિરાનીએ ‘ડંકી’ ‘નું શૂટિંગ પૂરું થયાની ઉજવણીમાં પાર્ટીનું આયોજન કર્યું હતું.જેમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને દીકરી સુહાના ખાને હાજરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : UT 69 trailer: રાજ કુન્દ્રા ની ડેબ્યુ ફિલ્મ UT 69 નું ટ્રેલર થયું રિલીઝ, ખાવા- સુવા માટે કર્યો સંઘર્ષ,જાણો શિલ્પા શેટ્ટી ના પતિ એ આર્થર રોડ જેલ માં કેવી રીતે વિતાવ્યા 64 દિવસ