News Continuous Bureau | Mumbai
Rakhi sawant: પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને લાઈમલાઈટમાં રહેનારી બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ગઈકાલે પાપારાઝીની સામે વિચિત્ર અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન રાખી સાવંત ગ્લોડન કલર ના બોલ્ડ આઉટફિટ માં જોવા મળી હતી. અને તેને પાપારાઝી ને કહ્યું, “આજે મારો કરવા ચોથનો ઉપવાસ છે. પરંતુ જેમના માટે મેં આ વ્રત રાખ્યું છે, તેઓ ક્યાં છે તે હું જોઈ શકતી નથી. પરંતુ હું આ રીતે મારો ઉપવાસ તોડીશ. કેવી રીતે? શું હું તેને તોડીશ?” …?”
રાખી સાવંત એ તોડ્યું કરવા ચોથ નું વ્રત
ગઈકાલે રાખી સાવંત ગોલ્ડન કલર ના બોલ્ડ આઉટફિટમાં પાપારાઝી ને સામે આવી હતી. આ દરમિયાન રાખી એ પાપારાઝી ને કહ્યું કે, “આજે મારો કરવા ચોથનો ઉપવાસ છે. પરંતુ જેમના માટે મેં આ વ્રત રાખ્યું છે, તેઓ ક્યાં છે તે હું જોઈ શકતી નથી. પરંતુ હું આ રીતે મારો ઉપવાસ તોડીશ. કેવી રીતે? શું હું તેને તોડીશ?” …?” આટલું કહીને રાખીએ પોતાની બાજુમાંથી ચાળણી કાઢી અને કહ્યું કે કાશ મેં આ રીતે ઉપવાસ તોડ્યો હોત. જેને હું અત્યારે જોઈ રહી છું તે રીતે મેં મારો ઉપવાસ તોડ્યો હોત”.
રાખી સાવંત ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
રાખી સાવંતના આ વીડિયો પર એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરી, “આજે તેને પાગલખાના માંથી કોણે મુક્ત કરી?” એક યુઝરે લખ્યું કે, શું તેના બીજા લગ્ન પણ થઈ ગયા છે? તમને જણાવી દઈએ કે, રાખી સાવંત તેના અંગત જીવનને કારણે ઘણી ચર્ચામાં રહી છે. આદિલ દુર્રાની સાથેના તેના સંબંધો પણ સમાચારમાં હતા.હવે એ તો રાખી સાવંત જ કહી શકે છે કે તેને કરવા ચોથ નું વ્રત કોના માટે રાખ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17 ankita lokhande and vicky jain: બિગ બોસ 17 ના ઘરમાં અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચે સતત ચાલી રહી છે નોકઝોક,સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેત્રી ને આપી આ સલાહ