News Continuous Bureau | Mumbai
Rakhi sawant:જયારથી રિતિક રોશન સાથે સબા આઝાદ નું નામ જોડાયું છે ત્યારથી તે ચર્ચામાં છે. સબા આઝાદ તાજેતરમાં લેક્મે ફેશન વીકના રેમ્પ પર પરફોર્મ કરી રહી હતી. રેમ્પ પર વોક કરતી વખતે સબા અચાનક હાથમાં માઈક લઈને ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી હતી. સબા તેના ડાન્સ મૂવ્સ માટે ટ્રોલ થઈ હતી. હવે રાખી સાવંતે પણ રિતિક રોશન ની લેડી લવ સબા આઝાદ ની મજાક ઉડાવી છે. સાથે જ રાખી એ રિતિક રોશન ને પોતાનો બોયફ્રેન્ડ પણ કહ્યો છે.
રાખી સાવંતે ઉડાવી સબા આઝાદ ની મજાક
રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સબા આઝાદના રેમ્પ વોકની નકલ કરતી જોવા મળી રહી છે. જ્યારે રાખી જિમ માંથી બહાર આવી હતી ત્યારે પાપારાઝીએ તેને ઘેરી લીધી હતી. રાખીએ પાપારાઝીની સામે ફની વોક કર્યું અને કહ્યું, “રિતિક રોશન મારો બોયફ્રેન્ડ છે. હું પણ સબાની જેમ ગીત ગાઈ શકું છું અને રેમ્પ વોક કરી શકું છું.” આ પછી રાખીએ પોતાની સ્ટાઈલમાં સબા ના વોકની નકલ કરી. જેને જોઈને લોકો પોતાનું હસવું રોકી શક્યા નહીં.
View this post on Instagram
રિતિક રોશન અને સબા આઝાદ નો સંબંધ
તમને જણાવી દઈએ કે, રિતિક અને સબાએ કરણ જોહરના 50માં જન્મદિવસ પર એકસાથે હાજરી આપી અને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા. રિતિક અને સબા વચ્ચે 12 વર્ષનો તફાવત છે. રિતિક 49 વર્ષનો છે, જ્યારે સબા 37 વર્ષની છે. બીજી તરફ રાખી સાવંત પણ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.
આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: રાખી સાવંતે ફરી કરી મલાઈકા અરોરા ની નકલ, અર્જુન કપૂર નું પણ લીધું નામ, જુઓ વાયરલ વિડીયો