Site icon

Rakhi sawant: દશેરા ના દિવસે રાખી સાવંતે કર્યું એવું કામ કે ટ્રોલર્સ એ કહ્યું ‘પોતાના અસલી રૂપ માં આવી’, જુઓ વિડિયો

Rakhi sawant:રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રાવણના વેશમાં જોવા મળી રહી છે. રાખી સાવંતને રાવણના ગેટઅપમાં જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

rakhi sawant seen in ravan outfit on dussehra users trolled her badly

rakhi sawant seen in ravan outfit on dussehra users trolled her badly

News Continuous Bureau | Mumbai 

Rakhi sawant: દેશભર માં દશેરા ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી. આ અવસર પર મનોરંજન ઉદ્યોગની લોકપ્રિય સેલિબ્રિટી રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. વાસ્તવમાં, વીડિયોમાં રાખી સાવંત રાવણની જેમ દસ માથા સાથે લોકોને દશેરાની શુભેચ્છા પાઠવતી જોવા મળી હતી. રાખી સાવંતનો આ લેટેસ્ટ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

Join Our WhatsApp Community

 

 રાવણ બની રાખી સાવંત 

રાખી સાવંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાખી સાવંત રાવણનું 10 માથાવાળું માસ્ક પહેરેલી જોવા મળી રહી છે અને તેના હાથમાં ધનુષ અને ગદા પણ છે. રાખી સાવંત મીડિયા સાથે વાત કરતી વખતે પાપારાઝી પર નિશાન સાધે છે.લોકો રાખી સાવંતના આ લુક પર હસી રહ્યા છે અને તેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે.


રાખી સાવંતના વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, ‘આજે તે તેના સાચા રૂપમાં આવી ગઈ છે.’ એક યુઝરે લખ્યું છે કે, ‘આ જોઈને રાવણ આત્મહત્યા કરશે.’ એક યુઝરે લખ્યું છે કે, ‘આજે તેનો પણ વધ થવી જોઈએ.’ એક યુઝરે લખ્યું છે કે, ‘આ જોઈને રાવણ પણ ભાગી જશે.’ આ રીતે લોકોએ રાખી સાવંતને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. 

આ સમાચાર પણ વાંચો : shahrukh khan and suhana khan: પિતા શાહરુખ ખાન સાથે મોટા પડદા પર ડેબ્યુ કરશે સુહાના ખાન, આ દિવસે થશે ફિલ્મનું શૂટિંગ શરૂ

Kisan Kanya: ભારતની પહેલી રંગીન ફિલ્મ ‘કિસાન કન્યા’ 1937માં થઇ હતી રિલીઝ, આ કારણ થી વી. શાંતારામ ઈતિહાસ રચવામાં રહી ગયા પાછળ
Naagin 7 Promo: ‘નાગિન 7’ના નવા પ્રોમો પર ફેન્સમાં યુદ્ધ, પ્રિયંકા ચાહર ચૌધરી કે ઈશા માલવીય – કોણ બનશે નવી નાગિન?
Satish Shah Funeral: સારાભાઈ vs સારાભાઈ’ ની ટીમ એ અનોખી રીતે આપી સતીશ શાહ ને શ્રદ્ધાંજલિ, રડી પડી રૂપાલી ગાંગુલી
Pooja Ruparel on Yash Chopra: દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ની ચુટકી એ યશ ચોપરા ને લઈને કર્યો મોટો ખુલાસો, સેટ પર કરતા હતા આવું વર્તન
Exit mobile version