News Continuous Bureau | Mumbai
Rakhi sawant on bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં રોજે રોજ કોઈના ના કોઈ ના ઝગડા જોવા મળી રહ્યા છે. આ શો માં અંકિતા અને વિકી જ્યારથી આવ્યા છે તેમની વચ્ચે કોઈ ના કોઈ બાબત ને લઈને ટકરાવ થતો જોવા મળે છે. હવે તાજેતર માં એવા સમાચાર સામે આવ્યા હતા કે બિગ બોસ ના મેકર્સે શો ની ટીઆરપી વધારવા માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી માં રાખી સાવંત ને ઘરમાં પ્રવેશ કરાવશે પરંતુ રાખી આ શો માં એકલી નહીં તેના પતિ આદિલ સાથે ઘર માં પ્રવેશશે. હવે આ સમાચાર પર રાખી સાવંતે મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે.
રાખી સાવંતે જણાવી હકીકત
હાલમાં જ એક પાપારાઝી એ પોતાની પોસ્ટ માં જણાવ્યું હતું કે રાખી તેના પતિ આદિલ સાથે બિગ બોસ 17 માં ભાગ લઇ શકે છે. આ પોસ્ટ પર રાખી સાવંતે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ‘હું દુબઈમાં છું. મારી પાસે સમય નથી, હું ખૂબ વ્યસ્ત છું. આ તમામ સમાચાર ખોટા છે. મહેરબાની કરીને મારા નામની પ્રસિદ્ધિ કોઈને ન આપો. થોડી શરમ રાખો.’
રાખી સાવંતે આ ટિપ્પણી સાથે સ્પષ્ટ કર્યું કે તે ‘બિગ બોસ 17’નો ભાગ બનવાની નથી. આવી સ્થિતિમાં આ તમામ સમાચાર માત્ર અફવા છે.
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: બિગ બોસ 17 ની ટીઆરપી વધારવા માટે મેકર્સે રમ્યો નવો દાવ, વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી માં થશે આ કપલ ની એન્ટ્રી